મુંબઈ: ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની હવે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી રહ્યો છે. તે ફિલ્મ પ્રોડયુસર બનવા જઈ રહ્યો છે અને તે સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની સાથે ફિલ્મમાં નજરે પડશે. હાલ તો ધોની ફિલ્મ પ્રોડયુસ કરવાની તૈયારી કરી રહ્યો છે.
કહેવાય છે કે આ ફિલ્મમાં તે નાની ભૂમિકા પણ કરનાર છે અને તેની સાથે ફિલ્મમાં હશે સાઉથનો સુપર સ્ટાર થલપતિ વિજય એમ.એસ.ધોની અને સાઉથનો સુપર સ્ટાર વિજય થલપતિ સારા મિત્રો છે.
એમ.એસ.ધોનીની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે એટલે ફિલ્મ બનશે એટલે સ્પષ્ટ છે કે તેને લોકો જોવાનું ઈચ્છશે. ધોનીને સાઉથમાં થાલાના નામથી પણ ઓળખવામાં આવે છે. થાલા તો અર્થ થાય છે. બધાનો નેતા. ઉલ્લેખનીય છે કે કેપ્ટન તરીકે ધોનીએ ખૂબ બેટ ઘુમાવ્યું છે, હવે તે ફિલ્મના પ્રોડયુસરની ઈનીંગ રમશે.
ઉલ્લેખનીય છે કે, ખુદ ધોની પર બાયોપીક બની ચૂકી છે. જેમાં દિવંગત એકટર સુશાંતસિંહે ધોનીનું પાત્ર ભજવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેને નવી નવી વસ્તુઓ શીખવાની ધગશ છે અને આ કારણે તે હવે ફિલ્મી દુનિયામાં કદમ માંડી રહ્યો છે.