જૂનાગઢ મનપામાં ડે. કમિશ્નરની બદલી થતા આસી. કમિ.ને ચાર્જ સોપાયો: અનેક શાખામાં ઇન્ચાર્જ

23 June 2022 12:27 PM
Junagadh
  • જૂનાગઢ મનપામાં ડે. કમિશ્નરની બદલી થતા આસી. કમિ.ને ચાર્જ સોપાયો: અનેક શાખામાં ઇન્ચાર્જ

મોટા ભાગની શાખાઓમા અધિકારીઓ પાસે વધુ ચાર્જથી વહીવટી કામોમાં વિલંબ

જૂનાગઢ,તા.23
જૂનાગઢ કોર્પો.માં 48 શાખાઓ છે. જેમાં 24 શાખાઓમાં ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય છે.હાલમાં જ ડીએમસીની બદલી થતા તેનો ચાર્જ અગાઉ બે શાખાનો ચાર્જ સાંભાળતા આસી. કમિશ્નરને સોંપવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓ પાસે પણ બે થી ત્રણ શાખાના ચાર્જ અપાયા છે.મનપામાં અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે. તેઓનો ચાર્જ અડધોઅડધ અધિકારીઓને આપી બે થીત્રણ ચાર્જથી કામગીરી લેવાઇ રહી છે.

કુલ 49માંથી 24માં ઇન્ચાર્જથી કામ લેવાય રહયું છે. બાંધકામ શાખાના ઇજનેર દિપક ગૌસ્વામી પાસે સીટી ઇજનેર કાર્યપાલક ઇજનેરોના કાર્યપાલક ઇજનેર અને જૂની ચીફ એસટીપીઓનો ચાર્જ છે. સેક્રેટરી કલ્પેશ ટોળીયા પાસે સેનેટરી સુપ્રિન્ટેન્ડન્ટ ચીફ ઓડીટરનો ચાર્જ છે. વોટર વર્કસ ઇજનેર કલ્પેશ ચાવડા પાસે અમૃતસ્કીમાં ભુગર્ભ ગટરનો ઓફીસર અને વાહન શાખાનો ચાર્જ છે. આ મુખ્ય ગણાતી શાખાઓની હાલત છે. ટેકનીકલ અધિકારી અને કર્મચારીની 10 ટકા જ છે. જૂનાગઢ મનપામાં અડધો અડધ જગ્યાએ લાંબા સમયથી ખાલી છે. ઇન્ચાર્જથી જ ગાડુ ગબડાવાય છે. આ મુખ્ય જગ્યાઓ તાત્કાલીક ભરવાની માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement
Advertisement