રાણપુરની ભાદર નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રેતી ચોરી: કોની રહેમ નજર ?

23 June 2022 12:31 PM
Botad
  • રાણપુરની ભાદર નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રેતી ચોરી: કોની રહેમ નજર ?

બોટાદ, તા. ર3
રાણપુર તાલુકાના દેવળીયા પાટણ નાગનેશ કનારા થી લઈ છેક ગઢીયા સાંગણપુર દેરડી ગામની નદી સુધી બેફામ રેતી ચોરી થઈ રહી છે ખુલ્લેઆમ છડેચોક 24 કલાક બેધડક રેતી ભરેલા ટ્રેકટરો નીકળી રહ્યા છે તો આ ખાણ ખનીજ ના અધિકારીઓની મીઠી નજર તળે તો નથી ને..? તેવું નદીની આજુબાજુના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

રાણપુરના નદીના પુલ ઉપરથી તથા નદીની અંદરથી રેતી ભરેલા ટ્રેકટર નીકળતા જોઈ શકાય છે પણ તંત્ર એ મોઢે તાળું મારી દીધું હોય તેવું લાગી રહ્યું છે રાણપુર ની ભાદર નદીમાં અમુક એરિયા ના લીઝ અને બ્લોક ફાળવાયા છે પણ હજુ સુધી માલિકોને સોંપવામાં આવ્યા નથી અને હાલ લીઝ વગર ભૂમાફિયાઓએ નદીમાં કુવા જેટલા ખાડા કરી નાખ્યા છે તે સિવાય પણ રોડ ઉપર થી બેફામ ટ્રેક્ટરો ભરાતા જોવાઈ રહ્યા છે રાણપુર ભાદર નદી ની રેતી ભાવનગર, શિહોર, મહુવા, બોટાદ, ધોલેરા, સુધી જાય છે.

આ ભૂમાફિયાઓ નું એક વોટસઅપ ગ્રુપ પણ ચાલે જેમાં ખાણ ખનીજના અધિકારીઓની ગાડી પર બાજ નજર રાખવામાં આવે છે અને આજરોજ ખાણ ખનીજ ના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરેલ પણ તેમને પણ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી એટલે એવું લાગી રહ્યું છે કે આ સરકારી મિલકતની ચોરી ક્યાં સુધી ચાલશે અધિકારીઓની પણ રહેમનજર હેઠળ ચાલતું હશે કે શું અને ડ્રોન થી ખાણ ખનીજ ખાતુ રેતી ચોરો પકડતું હતું તે હવે કેમ બંધ થઈ ગયું .? તેવી ચર્ચા છે.


Loading...
Advertisement
Advertisement