જસદણ ન્યાયાલયમાં વિશ્વ યોગ દિનની ઉજવણી

23 June 2022 12:32 PM
Jasdan
  • જસદણ ન્યાયાલયમાં વિશ્વ યોગ દિનની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સિવિલ કોર્ટ જસદણ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવેલ જેમાં એ.પી.પી. અને એડવોકેટ તેમજ કોર્ટના કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. આ તબક્કે જસદણ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન પી.એન.નવીન અને એડિશનલ સિવિલ જજ શ્રી વી.એ ઠક્કર સાહેબે યોગ અને તેના ફાયદાઓ વિશે માહિતી આપેલ હતી. આ તબક્કે જસદણ બારના ઉપપ્રમુખ વાય. એલ.દલાલ અને કારોબારી સભ્ય રશ્મિભાઈ શેઠ, જાગેશભાઈ મણિયાર, આર.એસ.નાગાણી, મિતુલભાઈ ગઢવી, મનુભાઈ દાફડા, પિયુષભાઈ ખોખર, કેતનભાઈ ચૌહાણ,નદીમભાઈ ધંધુકિયા, વગેરે એડવોકેટોએ ભાગ લીધેલ હતો. આ યોગ શિબિરનું આયોજન જસદણ ન્યાયાલયના લીગલ સર્વિસ કમિટીના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ કરેલ હતું. (તસવીર : કરશનભાઈ બામટા-આટકોટ)


Loading...
Advertisement
Advertisement