(કેશુભાઈ માવદીયા)
માધવપુર,તા. 23
માધવપુર (ઘેડ) ગામે રાજાશાહી વખતનાં અવેડા પશુઓને પાણી પીવા માટે ઉપયોગી હોય આ અવેડા પાસે ગંદો કચરો નાખવામાં આવતા ગંદકીથી રોગચાળો
ફેલાઈ તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.
આ અવેડામાં ક્યારેક પાણી પણ ન હોય ગંદુ પાણી જોવા મળે છે. અવેડા પાસે સડેલા શાકભાજી, કચરો ફેંકવામાં આવી રહ્યો છે. ગાયો પ્લાસ્ટીકનો કચરો ખાતી હોય જીવદયા પ્રેમીઓ નારાજ છે. આ સ્થળે કચરો ફેંકનારા સામે ગ્રામ પંચાયત કડક પગલા ભરે સાથે અવેડા આસપાસની ગંદકી દૂર કરે તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠવા પામી છે.