અમરેલી, તા. 23
ઉર્જા વિભાજન-પી.જી.વી.સી.એલ.અમરેલી વર્તુળ કચેરીની વિભાગીય કચેરી-1 અમરેલી તાબા હેઠળના અમરેલી શહેર પેટા વિભાગ, અમરેલી ગ્રામ્ય પેટા વિભાગ તથા લાઠી પેટા વિભાગનુ વિભાજન કરી વધુ બે પેટા વિભાગ કરવા માટેની તાત્કાલીક જરૂર હોય.
અમરેલી શહેર પેટા વિભાગ 414રર ગ્રાહકોધરાવે છે.તેના સંચાલન માટે 13 ફીડરો તેમજ 875 ટ્રાન્સફોર્મર સેન્ટર આવેલ છે આમ આ પેટા વિભાગ ખુબજ મોટો વ્યાય ધરાવે છે. અમરેલી ગ્રામ્ય પેટા વિભાગ- ર ર694પ ગ્રાહકો ધરાવે છે. તેના સંચાલન માટે 61 ફિડરો તથા 73ર3 ટ્રાન્સફોર્મર સેન્ટર આવેલ છે. આમ આ પેટા વિભાગ પણ ખુબ જ મોટો વ્યાય તથા ક્ષેત્રફળ ધરાવે છે. લાઠી પેટા વિભાગ-27745 ગ્રાહકો ધરાવે છે.તેના સંચાલન માટે પ4 ફીડરો તથા 8733 ટ્રાન્સફોર્મર સેન્ટર આવેલ છે.આમ આ પેટા વિભાગ પણ ખુબજ મોટો વ્યાપ તથા ક્ષેત્રફળ ધરાવે છે.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ અમરેલી ગ્રામ્ય પેટા વિભાગ અંદાજીત પ00 ચો.કિ.મી.થી વધારે લાઠી પેટા વિભાગ અંદાજીત 425 ચો.કિ.મી.થી વધારે અને શહેર પેટા વિભાગ અંદાજીત 65 ચો.કિ. શહેરી વિસ્તાર ધરાવે છે. આમ આ પેટા વિભાગોને સંભાળવામા જે તે પેટા વિભાગના અધિકારીઓને હમેશા મુશ્કેલભર્યુ રહે છે. ચોમાસાના સમયમા તથા કુદરતી આફતો વચ્ચે આટલા બધા ગ્રાહકો, ફિડરો તથા ટ્રાન્સફોર્મર સેન્ટર સંભાળવા મુશ્કેલભર્યા રહે છે.
તેથી પ્રજાની ફરીયાદોનો નિકાલ સમયસર થતો નથી જેથી પ્રજામાં અંસતોષ ફેલાય છે. ઉપરોકત બાબત ઘ્યાનમા લઈને ઉપરના ત્રણ પેટા વિભાગનુ વિભાજન કરી નવા બે અથવા ત્રણ પેટા વિભાગ બનાવી ઉપરોકત ત્રણ પેટા વિભાગમાંથીપાંચ અથવા છ પેટા વિભાગો બનાવવા બાબતે ધારદાર રજુઆત કરતા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ રજૂઆત કરેલ છે.