ધારી : ગોવિંદપુરના વતનીઓ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

23 June 2022 12:39 PM
Amreli
  • ધારી : ગોવિંદપુરના વતનીઓ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

સુરત ઉપસ્થિત ગોવિંદપુર (તા. ધારી) ઉપસ્થિત અંકલેશ્વર અને સુરતમાં વસતા ગોવિંદપુર ગ્રામવાસીઓ યુવક મંડળ દ્વારા ગોવિંદપુર દ્વારા 8મો સ્નેહમિલન કાર્યક્રમ સુરત પુણા વિસ્તારમાં આવેલા પટેલ સમાજના હોલમાં સમસ્ત ગોવિંદપુર ગામના સહપરિવાર 1પ00 લોકો વચ્ચે યોજવામાં આવેલ સુરત ઉપસ્થિત આગેવાનો ડો. હરખાણી, મૌની ઈન્ટરનેશનલ સ્કૂલના એમ.ડી. જે.બી. પટેલ, અશ્વિનભાઈ ઉમરેટીયા, મહેશભાઈ નાકરાણી, સંજયભાઈ સતાસીયા, અરવિંદભાઈ સતાસીયા તમામ હાજર રહેલ. ગોવિંદપુર ગામના આજથી 40 વર્ષ પહેલા શિક્ષક તરીકે ગુરૂપદ ધારણ કરેલ તેવા વલ્લભભાઈ રામાણી, રૂપેશભાઈ વલ્લભભાઈ રામાણી, વિવેક રાજેશભાઈ સતાસીયા અને રજનીકાંત મોરડીયાનું પણ સન્માન કરેલ છે. તમામ દાતાઓનું શિલ્ડ અને શાલથી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ.


Loading...
Advertisement
Advertisement