જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રાની ચાલતી તૈયારીઓ

23 June 2022 12:40 PM
Junagadh
  • જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રાની ચાલતી તૈયારીઓ

તા.29ના ભજન સંધ્યા, તા.30ના વિષ્ણુયાગ, રાત્રે સત્યનારાયણની કથા, તા.1લીના શાહી સ્નાન, ભવ્ય નગરચર્યા, મહાપ્રસાદ

જુનાગઢ, તા. ર3
જૂનાગઢમાં પુરી જગન્નાથ ભગવાનની આબેહૂબ પ્રતિકૃતિ જ્યાં બિરાજમાન છે તેવા ગંધ્રપવાડા લેઈન ખાતે આવેલ ભગવાન જગન્નાથજી મંદિરે આગામી અષાઢી બીજના પાવન દિવસ નિમિત્તે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ની 18મી ભવ્ય નગરચર્યા સહિતના વિવિધ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે

રથયાત્રા એટલે સામૂહિક એકતાનો સંદેશ અષાઢી બીજ અંતર્ગત જગન્નાથજી મંદિર ખાતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમમાં તારીખ 29 ને બુધવારે રાત્રે નવ વાગે સ્વ મુકુંદભાઈ સૂચક આયોજિત રાધા કૃષ્ણ ભક્તિ સંગીત ગ્રુપ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. તો રથયાત્રાના પૂર્વ દિવસે તારીખ 30 ના રોજ મંદિર ખાતે સવારે 9 થી 4 ભવ્ય વિષ્ણુ યાગ યજ્ઞ, તેમજ રાત્રે આઠથી દસ કલાક સુધી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે

તો અષાઢી બીજના પાવન દિવસે મંદિરે ખાતે સવારે હાંડી ભોગ પ્રસાદ, ઉપરાંત ભગવાનનું શાહી સ્નાન તથા બપોરે 3:30 વાગે જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નગરચર્યા રથયાત્રા શહેરના માર્ગો પર પ્રસ્થાન કરશે રથયાત્રાના ત્રણેય રથોને ભાવિકો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે તેમજ બહેન સુભદ્રાજીના રથને બહેનો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે રથયાત્રામાં વિવિધ ફલોટ ઉપરાંત રાસ મંડળી , ધૂન મંડળ બેન્ડ બાજા સહિતના યુવક મંડળો તથા સંતો મહંતો શહેરના રાજકીય-સામાજિક આગેવાનો, ભાવિકો જોડાશે

રથયાત્રાનો રૂટ માર્ગ
ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા જગન્નાથજી મંદિરેથી સેજના ઓટે, લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક થી જવાહર રોડ અને ભીડભંજન મંદિર થઈ જગન્નાથજી મંદિરે પરત ફરશે

અષાઢીબીજની રાત્રે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન
અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા સંપન્ન થયા બાદ ભાવિકો માટે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રે આઠ વાગે ભાવિકો માટે ભોજન પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમ પૂર્વક ઉજવણી ઉજવવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ના પ્રમુખ મોટા પીર બાવા મહંત તન સુખ ગીરી બાપુ ના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ જનકભાઈ પુરોહિત નલા ભાઇ કોટેચા, ભીખુ ભાઈ રાઠોડ મંત્રી મનસુખભાઈ વાજા, સહમંત્રી પિટી પરમાર, નવનીત ભાઈ શાહ, બીપીન ભાઈ ભટ્ટી, વિજયભાઈ કિકાણી, ખજાનચી રાજેન્દ્રભાઈ ચુડાસમા તથા સહ ખજાનચી વીરેન ભાઈ શાહ ,પ્રફુલભાઈ પોપટ તેમજ જગન્નાથજી મંદિરના મહંત હિતેશ ભાઇ વ્યાસ ,રથયાત્રા કારોબારી ,કાર્ય સંકલન અને મહિલા અગ્રણીઓ સહિતની ટીમના સભ્યો દ્વારા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


Loading...
Advertisement
Advertisement