(જગદીશ રાઠોડ) ઉપલેટા, તા.23
આજથી ઉપલેટામાં 41 વર્ષ પહેલા મુળ જશાપરના વતની અને 80 વર્ષની વયે દીક્ષા અંગીકાર કરનારા પૂ. પ્રેમગુરૂદેવ અને પૂ. ધીરગુરૂદેવ (પિતા-પુત્ર) ગોંડલ સંપ્રદાયના સુપ્રસિધ્ધ સંત છે. ભાણવડ તાલુકાના 2000ની વસ્તીવાળા નાના એવા જશાપર ગામ ગોંડલ સંપ્રદાયના દેશ વિદેશના ખ્યાતનામ જૈન મુનિ પૂ. ધીરગુરૂદેવનું જન્મ સ્થળ છે.
તેઓ પ્રથમ વખત જશાપરના ચાતુર્માસ પ્રવેશોત્સવ ર6 જુનના રવિવારે સવારે 9 વાગ્યે યોજાયેલ છે. જશાપરના જૈનોનું એકમાત્ર ઘર હોવા છતાં ગ્રામજનોની વિનંતી સ્વીકારતા ગામમાં અનેરો આનંદ છવાયો છે. પૂ. ગુરૂદેવની કૃપાથી જશાપર ગામમાં માલીનીબેન કિશોરભાઇ સંઘવી સેવા સંકુલ, મનહરભાઇ પારેખ ઉપાશ્રય, અનિલ બી. મણીયાર ભકિતભવન, શાંતાબેન પોપટલાલ મણીયાર પ્રેમ ચબુતરો, ઉમેશ કિશોરભાઇ સંઘવી સાંસ્કૃતિક ભવન, ડો.સી.જે.દેસાઇ ગૌ શાળા, ડો. પ્રભુદાસ લાખાણી જલધારા, ડોસાભાઇ બોધાભાઇ સાંજવા બસ સ્ટેન્ડ સહિતના ગામને ઉપયોગી કાર્યોના નિર્માણ થયેલ છે.
આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં સચિત્ર તત્વાર્થે સુત્રનો વિમોચન વિધિ ત્યારબાદ જીલ્લા પંચાયતના સદસ્ય કે.ડી.કરમુર તરફથી ધુવાળાબંધ જમણવાર રાખવામાં આવેલ છે આ સમારોહના પ્રમુખપદે અમીષા નિરજભાઇ વોરા રહેશે ઉપરાંત દેશ વિદેશના ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહેશે ગામના તમામ સમાજના લોકોમાં પૂ. ધીરગુરૂદેવના આગમનનો અનેરો ઉત્સાહ અને આનંદ છે. (તસ્વીર : ભોલુ રાઠોડ)