ઉનાનાં ગુંદાળા ગામે વીજ શોર્ટથી મોરનું મોત

23 June 2022 12:43 PM
Veraval
  • ઉનાનાં ગુંદાળા ગામે વીજ શોર્ટથી મોરનું મોત

ઉના, તા.23
ઊનાના ગુંદાળા ગામે રસ્તા પર આવેલ વિજપોલ ઉપરના વિજવાયર પર સવારે દશ વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય પક્ષી મોર બેઠેલ હોય અચાનક વિજશોર્ટ સર્કિટ થતાં વિજકરંટના કારણે મોરનું ઘટના સ્થળેજ મોત નિપજેલ હતું. આ ઘટના બનતા વિજપોલ ઉપર મોરનો મૃતદેહ લટકતો હોય ગ્રામજનોને ધ્યાને આવતા ગામના સરપંચ, આગેવાનો ગામ લોકો એકઠા થઇ ગયેલ હતા. અને આ અંગેની જાણ પીજીવીસીએલ તેમજ વનવિભાગને કરતા પીજીવીસીએલના કર્મચારી ઘટના સ્થળ પર દોડી જઇ વિજપુરવઠો બંધ કરી મોરનો મૃતદેહને વિજપોલ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. વનવિભાગના સ્ટાફે મોરના મૃતદેહનો કબ્જો લઇ જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement
Advertisement