ધોરાજી, તા.23
ધોરાજીના માતાવાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઇ કડવાભાઇ વિરડીયાનું ગત રાત્રે 3 કલાકે અવસાન થતા તેમના પરિવારજનોએ દુ:ખદની ઘડીએ પણ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સુત્રને સાર્થક કરવા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીને ચક્ષુદાન કરવા જણાવતા ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, નીતિન સાગઠીયા અને મેડીકલ ટીમ તેમજ માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ સ્વ. મનસુખભાઇ વિરડીયાના ઘરે જઇ ચક્ષુદાન સ્વીકારી સ્વ. મનસુખભાઇના ચક્ષુઓને રાજકોટ સ્થિત જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે માનવ સેવા યુવક મંડળ દ્વારા મોકલાયા હતા. આ તકે કપીલભાઇ વિરડીયા, યોગેશભાઇ વિરડીયા, કિરીટભાઇ વિરડીયા, કિશોરભાઇ કાકડીયા, ભરતભાઇ વિરડીયા, ગીરીશભાઇ સતાસીયા અને કિરીટભાઇ ઠુંમર સહિતના હાજર રહેલ હતા. માનવ સેવા યુવક મંડળના ભોલાભાઇ સોલંકી અને ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા સ્વ. મનસુખભાઇ વિરડીયાના પરીવારની સેવાઓને બિરદાવી અને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળની કામગીરીને લોકોએ બિરદાવી હતી. માનવ સેવા યુવક મંડળને 4પમું ચક્ષુદાન મળેલ હતું.