ડૂમીયાણીની બી.આર.એસ. કોલેજમાં યોગ દિવસની ઉજવણી

23 June 2022 12:48 PM
Veraval
  • ડૂમીયાણીની બી.આર.એસ. કોલેજમાં યોગ દિવસની ઉજવણી

ઉપલેટા : ડુમિયાણીના વી.બી.મણવર બી.આર.એસ. કોલેજ દ્વારા આઠમા વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ મણવર, ટ્રસ્ટી સવિતાબેન મણવર, ડો. ઉવર્શીબેન ખાનપરાએ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરેલ પ્રિન્સીપાલ ઝાટકીયા, ડો. સાદરીયા, ડો. ભરાડ સહિત સંસ્થાના અધ્યાપકો સ્ટાફ વિદ્યાર્થી ભાઇ બહેનોએ યોગ અને પ્રાણાયામ કરેલ હતા અને ઉપલેટાથી ઉપસ્થિત ભેડાએ વિદ્યાર્થી જીવનમાં યોગનું મહત્વ સમજાવેલ અને તમામ વિદ્યાર્થીઓએ નિયમિત યોગ કરવાના સંકલ્પ લીધા હતા આ તકે જેસીઆઇના અસ્મિતાબેન, ભીખુભાઇ તથા ભાનુબેન ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન કરેલ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અંકુરભાઇએ કરેલ અને આભારવિધિ મહેશભાઇએ કરેલ અને અંતમાં રાષ્ટ્રગાન કરેલ અને અંતમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો. (તસ્વીર / અહેવાલ : જગદીશભાઇ રાઠોડ - ઉપલેટા)


Loading...
Advertisement
Advertisement