લોધીકા,તા.23
લોધીકાના ધુડીયા દોમડા ગામની સીમમાં ચાલતી જુગાર-કલબમાં પોલીસે દરોડો પાડી જસદણ ખંભાળિયા, જામનગર, રાજકોટ, અને કાલાવડથી જુગાર રમવા આવેલા બે મહીલા સહીત 12 શખ્સોને રોકડ અને મોબાઈલ મળી રૂ।.2.63 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જુગારના દરોડાની વિગત અનુસાર લોધીકા પોલીસ મથકના પી.એસ.આઈ.હરદીપસિંહ જાડેજા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલાને મળેલ ચોકકસ બાતમીના આધારે લોધીકાના ધુળીયા દોમડા ગામના ખેડૂત ગોરધન રાઘવ ધામેલીયા (ઉ.વ.52)ની વાડીના મકાનમાં ચાલતી જુગાર-કલબમાં દરોડો પાડી જુગાર રમતા અરજણ પાલ ચાવડા ધંધો રહે.દાત્રાણા જામ ખંભાળિયા, દેવાયત કુભા આબલીયા રહે.હંજડાપર જામ ખંભાળીયા, ગભરૂ કાના ડાંગર રહે.ચોટીલા કુશીનગર-03, નીતીન કીશોર રાઠોડ રહે.બેરાજા જામ ખંભાળીયા જી.દેવભૂમી દ્વારકા, નીકીતાબેન અલ્પેશ સાવલીયા રહે.
રાજકોટ ગુંદાવાળી ગોવિંદપરા લક્ષ્મીવાડી મેઈન રોડ, સવીતાબેન પુના ભલગામડીયા રહે. રાજકોટ માર્કેટ યાર્ડ પાસે પુઠાના કારખાના પાસે, સેહલાજ રહીમ ઠેબા રહે.રાજકોટ ગુંદાવાળી લક્ષ્મીનગર મેઈન રોડ વિક્રમ મોતીઆલ રહે. રાજકોટ, એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વર સામે રમેશ બચુ મારકણા રહે.કાલાવડસ ધોરાજી રોડ ખોડીયારપરા, મનુબેન જીણા ચૌહાણ રહે.રાજકોટ વર્ધમાન નગર એસ.આર.પી.કેમ્પ પાસે રાજા ઘેલા ટારીયા રહે.ચેલાગામ જામનગર,અને ગોરધન રાધવ ધામેલીયા રહે.ધુડીયા દોમડા લોધીકાની પાસે રોકડ રૂ।.35 લાખ અને મોબાઈલ ફોન-10 રૂ।.27 હજાર મળી રૂ।.2.63 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.