હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો

23 June 2022 12:53 PM
Morbi
  • હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા એક જરૂરીયાતમંદ પરિવારનું મકાન છત વગરનું અને જર્જરીત હાલતમાં હોય રીનોવેશન હાથ ધરવામા આવ્યુ હતુ. ત્યારે એક વ્યક્તિએ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપનો સંપર્ક કરીને આ પરિવારને મદદ કરવાનું જણાવ્યું હતુ. ચોમાસુ નજીક હોવાથી સ્થળ પર જઈને તપાસ કરીને ગૃપે દાતાઓનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ દાતાઓ મારફત ગ્રુપ દ્વારા જરૂરી તમામ સામગ્રી એકઠી કરી ગ્રુપના સભ્યો તેમજ મજૂરો દ્વારા માત્ર ચાર દિવસમાં તે પરીવારના મકાનનું રીનોવેશન કામને પૂર્ણ કરી પરિવારને જરૂરિયાત પ્રમાણે મકાન ઊભું કરવામાં સહયોગી બન્યુ હતુ. મકાન જોતાની સાથે જ પરિવારમાં રહેલ ત્રણ બાળકો અને નાની દીકરી કેજે અંદાજિત સાત વર્ષની ઉંમરની છે તેની આંખમાંથી.હર્ષના આંસુ નીકળી ગયા હતા

આગામી સમયમાં જ્યાં સુધી પરીવાર પગભર ન થાય ત્યાં સુધી રાત્રીના ભોજનની વ્યવસ્થા પણ આ ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવી હતી. જાણીતા યુટુબર નિશાંત જાની (ખજૂરભાઇ) દ્વારાજે રીતે જરૂરીયાતમંદ પરીવારોમા ઘર સુધી જઇને સ્થળ તપાસ કરીને જે રીતે મદદરૂપ બનવામાં આવે છે અને તેઓના આશીયાના (ઘર) બાંધી દેવાની જે સેવા કરવામાં આવી રહી છે તેવા પ્રકારની પ્રવૃત્તિ હળવદના આ ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા તેઓની હળવદ પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement
Advertisement