અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર: ધરણા

23 June 2022 12:54 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર: ધરણા
  • અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર: ધરણા

રાહુલ ગાંધીની ઈડી દ્વારા થતી હેરાનગતિના વિરોધમાં અમરેલી, બાબરા, સાવરકુંડલા તાલુકામાં દેખાવો

(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.23
કેન્દ્ર સરકારના ઈશારે એન્ફ્રોર્સમેન્ટ ડીરેકટરેટ ઘ્વારા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીસતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈપણ પુરાવા કે હકીકતોના આધારે વિના ઈડીનો વ્યકિતગત, દ્રેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરૂપયોગ કરવામાં આવી રહૃાો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના અનુસાર આજે અમરેલી જિલ્લા તથાતાલુકા કોંગ્રેસ સમિતિ ઘ્વારા શાંતિપૂર્વક અને અહીંસક રીતે જંગી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી શરદ ધાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂ, મહામંત્રી જનકભાઈ પંડયા, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ, અમરેલી વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ મોનીલ ગોંડલીયા, અમરેલી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી, પરવેજભાઈ ધાનાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ જીતુભાઈ વાળા, મનુબાપુ ગોંડલીયા, અમરેલી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ડી.ડી. પરમાર સહિતનાકોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકર્તાઓ આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહૃાા હતા.

સાવરકુંડલા:- સાવરકુંડલા મામલતદાર કચેરી સામેના પટાંગણમાં ધરણા પર બેઠા હતા. પરંતુ સરકારની તાનાશાહીમાં કોઇપણ વિરોધ કરવાનો હક્ક આપવવામાં આવતો નથી અને પોલીસ તંત્રને આગળ કરીને લોકોને તેમનો વિરોધ કરતા પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરા, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક,વગેરે આગેવાનો,ની અટકાય થઈ હતી.

બાબરા:- બાબરામાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયાની આગેવાની હેઠળ મામલતદાર કચેરીમાં રાહુલગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજી કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા કોંગ્રેસના મહામંત્રી બાવાલાલ હિરપરા, મનસુખભાઇ પલસાણા, મુસાભાઈ પરમાર, મુકેશભાઈ ભાલીયા, કાનભાઈ શેખ, પ્રવીણભાઈ માંગોળીયા, કાળુભાઇ વેગડ, ધીરૂભાઈ વહાણી, પ્રવીણભાઈ માંગરોળીયા, રવિભાઈ ચૌહાણ, હરેશભાઇ ધ્રાગીયા, દિનેશભાઈ સનુરા, ઘનશ્યામભાઈ રાઠોડ સહિતના તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement