હળવદમાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારો સાથે ભેદભાવ

23 June 2022 12:56 PM
Morbi
  • હળવદમાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારો સાથે ભેદભાવ

પગલા ન લેવાય તો આંદોલન: વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા પાલિકાને આવેદન

હળવદ,તા.23 : હળવદ નગરપાલિકામાં સફાઈ કામદારો જે કાર્ય કરી રહ્યા છે તેવી જ રીતે વધુ સફાઈ કામદારોની જરૂરિયાત પ્રમાણે 7 સફાઈ કામદારો ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે પ્રક્રિયા મા હળવદ નગર પાલિકા મા 7 સુવર્ણ કર્મચારીઓ સફાઈ કામદારો ની ભરતી મુજબ કાયમી કરવામાં આવ્યા છે પરંતુ ત્યારે બાદ તેઓ સાથે વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારો પાસે થી લેવાતું કામ કરવામાં આવતું ન હોવાના કારણે સફાઈ કામદારો 9 દિવસ મા ઉપવાસ પર બેઠા હતા આ ઉપવાસ દરમ્યાન અનેક રાજકીય નેતાઓ , ધારા સભ્ય સહિત ના એ સમાધાન કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા

ત્યારે બાદ અંતે ધારાસભ્ય, સહિત અનેક રાજકીય નેતાઓ એ વચન આપી સમાધાન કરાવ્યું હતું પરંતુ એ વચન ને પણ 1 મહિના થી વધુ નો સમય વિતી ગયો હાલ સુધી એ સુવર્ણ સફાઈ કામદારો પાસેથી વાલ્મીકિ સફાઈ કામદારો પાસેથી લેવાતા કામ મુજબ કામ કરવામાં ન આવતું હોવાના કારણે આવેદન આપવામાં આવ્યું હતું.જો આવી જ રીતે ચાલશે તો આગામી તા 27/6 ના સોમવાર ના દિવસે 1 દિવસ કામ થી અળગા રહી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન તેમજ નગરપાલિકા કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવશે તેમ સાવન મારુડાએ જણાવેલ હતું તેમજ આગામી દિવસોમાં પણ યોગ્ય કામગીરી નહીં થાય અને આવી જ રીતે ભેદભાવ રાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન.


Loading...
Advertisement
Advertisement