(લિતેશ ચંદારાણા) વાંકાનેર, તા.23
વાંકાનેર નગરપાલિકાને કોઇપણ કારણ વગર ડીસ્કવોલીફાઇડ કરવાના ઇરાદે નોટીસ આપેલ છે. આ નોટીસમાં કોઇ દમ નથી કે વાત માત્રને માત્ર મારી કારકીર્દી પૂરી કરવા અને મને દબાવવા માટેનું ષડયંત્ર છે. તેમ ભાજપના અગ્રણી અને રઘુવંશી સમાજના સર્વેસર્વા જીતુભાઇ સોમાણીએ જણાવી ઉમેર્યું હતું કે જો ધાર્મિક કાર્ય કર્યા હોઇ, સમાજના કામ કર્યા હોય કે રાજકીય ક્ષેત્રે કામ કર્યા
હોઇ ગમે તે સમાજ હોઇ ગમે તેવી વાંકાનેર ઉપર આફત આવી હોય જેવી કે ભુકંપ હોય, વાવાઝોડુ હોઇ કે પુર હોનારત કે કોરાના જેવી મહામારીમાં રાત-દિવસ જોયા વગર કામ કરેલ હોય તો આગામી તા.26ને રવિવારે સાંજે 7.30 કલાકે ટાઉનહોલ ખાતે આ સંમેલનમાં ઉમટી પડવા લોકોને ઉમટી પડવા તેઓએ હાંકલ કરી છે.
સર્વજ્ઞાતિ મહાસંમેલનમાં વાંકાનેર નગરપાલિકાને મળેલ નોટીસ તેની તમામ વિગતો જીતુભાઇ સોમાણી રજુ કરશે અને હમ લડેંગે યા મરેંગે મરતે દમ તક લડેંગે દેખતે હે જીત કિસકી હોતી હૈ સત્ય કી યા અસત્ય કી તેવો લલકાર તેઓએ કર્યો છે.
સમગ્ર આ જંગ જન સંમેલનનું નેતૃત્વ જીતુભાઇ સોમાણી લેશે. લોહાણા સમાજના વિનુભાઇ કટારીયા, રાજભાઇ સોમાણી તથા સુનિલભાઇ ખખ્ખર તેમજ ધર્મેશભાઇ ભીંડોરા, મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણીએ જન સંમેલનને સફળ બનાવવા કમાન હાથમાં લીધી છે. ગઇકાલે બુધવારે રાત્રે અત્રે શ્રી લોહાણા મહાજનવાડીમાં મળેલ બેઠકમાં લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા સોશ્યલ ગ્રુપના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાતિના શ્રેષ્ઠીઓ વડીલો જેમાં રાજુભાઇ રાજવી, જીતુભાઇ કોટક, આર.ટી.કોટક, વજુ રાજાણી, ચંદુભાઇ હાલાણી, કિશોરભાઇ પુજારા તથા મુન્નાભાઇ બુધ્ધદેવ, શ્યામભાઇ કોટક, ગીરીશભાઇ કાનાબાર વગેરેની પ્રેરક હાજરીમાં રઘુવંશી સમાજના દરેક કાર્યકરોને આ જંગી જન સંમેલનમાં જોડાવા તથા દરેક સમાજના લોકોને સંમેલનમાં ઉપસ્થિત રહેવા વિનુભાઇ કટારીયાએ ઉપરોકત મીટીંગમાં હાંકલ કરી છે.
તમાં વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર તથા રાજભાઇ સોમાણીએ દસ હજારથી પણ વધુ લોકો ઉમટી પડે અને ગ્રાઉન્ડ પણ ટુંકુ પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ લોહાણા સમાજના દરેક કાર્યકર્તાઓએ આપણુ પોતાનું છે તેમ સમજી કામે લાગી જવાનું જણાવેલ હતું.