(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.23
જીવનમાં માતૃત્વની વાત આવે ત્યારે માતાની વાત ઉપર અને એના વિશ્ર્વાસ ઉપર કદાચ ખુદાને પણ ઝુકવુ પડે અને માતાના અતૂટ બંધન અને પુત્રો પ્રત્યેની તેની વાસ્તવિકતા જોતા લોકોને પણ કહેવું પડે કે, ભાઇ મા તે મા અને બીજા બધા વન વગડાના વા, આ પંકિતને સાર્થક કરતો કિસ્સો પાટડી ગામમાં સામે આવ્યો છે.
હાલમાં કળીયુગમાં, કળીયુગી શ્રવણ જોવા મળે છે. આપણે સમાજના માને મારતા, માતાની હત્યા કરતા, માતાને વૃધ્ધાશ્રમમાં છોડતા અનેક કળીયુગનાં કપાતર શ્રવણો જોયા છે. ત્યારે પુત્ર આવા થાય છતાં પણ માનો પ્રેમ માનુ વાત્સલ્ય માની મમતા કયારેય ઓછી થતી કોઇએ જોઇ છે ? માનો પ્રેમ સંતાનો સાથે અતુટ નાતા સમાન હોય છે. જયારે જયારે પુત્રો મુસીબતમાં મુકાતા હોય ત્યારે ત્યારે માતા કાયમ માતૃત્વનું વાત્સલ્ય બનીને પુત્રને મુસીબતમાં મજબુર નહીં હિંમતવાન બનાવવા માટે મથતી હોય છે. છતાં આજના યુગમાં માતા પિતાની પ્રેરણા ભુલાઇ ગઇ છે. કળીયુગના શ્રવણો ઘરે ઘરે ઉત્પન્ન થયા છે.
ત્યારે એક નાના પરિવારમાં માની વાસ્તવિકતા સામે આવી છે. મેરી દુનિયા હૈ મા, તેરે આંચલ મે, એવી માની કહાની છે વાત પોતાના વહાલસોયા દિવ્યાંગ સંતાનોના અંધકારમય ભવિષ્યને ગમે તેમ કરી ઉજળુ બનાવવા પોતાના વર્તમાન ખર્ચી રહેલ એક માના મમતા ભરી અજીબ દાસ્તાન રચાયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામના વાસોરીયા વિસ્તારમાં હુસેનાબેન નામની ખુમારી ભરેલ મહિલા રહે છે. આ હુસેનાબેન માતાને ચાર સંતાન છે. પણ હુસેનાબેનની કમનસીબી કેવી છે કે અલ્લારખા અને ઇરફાન નામના બે પુત્રો મલ્ટીડિસેબલ્ડ અને પ્રક્ષાચક્ષુ રહેલા છે. ત્યારે હુસેનાબેન એક ઓરડાવાળા ઘરમાં રહે છે. મકાનમાં બહુ ઝાઝી સુવિધા પણ નથી છતાં હુસેનાબેનનો નાનો એવો આ ઓરડો મમતાની મહેકથી છવાયેલો રહ્યો છે.
હુસેનાબેન પાટડી બજારમાં ઠંડા પીણાની લારી ચલાવી અને પોતાના પરિવારનું જતન પાલન કરે છે. પરીવારમાં મર્યાદિત જ આવક છે અને મર્યાદિત આવકમાં પણ આ હુસેનાબેન ઘર, રસોડા ચલાવે આવક નાની પૈસા ટકા બચે નહીં એટલે અલ્લારખા અને ઇરફાનનો મોંઘીદાટ સારવાર પણ ન કરાવી શકે અને સારવાર કરાવવી પણ ન પોસાય વળી ડોકટર પણ કહે છે કે આવા રોગમાં સારવાર બહુ અસરકારક હોતી નથી છતાં પણ આજે આ હુસેનાબેનને એમની શ્રધ્ધા હજુ પણ અકબંધ છે એ આજે પણ માને છે કે એક દિવસ અલ્લાહ તાલાની જરૂર કરામત થવાની છે. શ્રધ્ધાના સથવારે એટલે જ આ મા હુસેના. આકરી બાધા અને આકરી ટેક રાખવાનું ચુકતી નથી ત્યારે માતા હુસેના માટે મેળા ઉર્ષ કયારેય ઉજવતી નથી પુત્રોના ધ્યાનમાં મુકી દીધા છે. હુસેનાનો નાનો દિકરો ઇરફાન જે છે તે પ્રજ્ઞાચક્ષુ તો જન્મથી જ છે
પરંતુ સાથોસાથ કુદરતે તેને વાચા પણ આપી નથી જેના કારણે તે ન તો બોલે ન કોઇ સમજે જેની દુનિયા માતાના સ્વર ઉપર જ ચાલે છે. આ માતા હુસેનાબેન ઇરફાનને વ્હાલથી જમાડે, નવડાવે અને જોતા જ લાગે કે આ ઇશ્ર્વર અલ્લાહને આવું શું સુજયું કે ઇરફાનની આવી હાલતમાં હુસેનાને જોવી પડી.અલ્લારખા અને ઇરફાન માટે મા હુસેના ગામે તેવા પ્રસંગો ત્યજી દઇ મારો અલ્લારખા મારો ઇરફાન આમ કરી આંખોમાં આંસુ સારતી જોવા મળે છે. ત્યારે માતા હુસેનાબેનને અતુટ શ્રધ્ધા છે, કુદરત નવા જુની જરૂર કરશે અને મારા પુત્રો હાલ તો મારી પાસે કુદરતનો સહારો લઇને આવ્યા છે. ત્યારે કુદરત જ કમાલ કરશે અને મારી મહેનત માટે ખુદા ખુદ બંદે સે પુછેગા બોલ તેરી રજા કયાં હૈ ત્યારે આ મારા બંને પુત્રો ખુદ ખુદા જ બધુ જ કરશે એવા આ આજના કળીયુગમાં જીવન ત્યાગવી રહેલ હુસેનાબેનને અનોખી દાસ્તાન સામે આવેલ છે.