થાન : ચોરેલા 27 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

23 June 2022 01:50 PM
Surendaranagar Crime
  • થાન : ચોરેલા 27 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.23 : થાનગઢના ત્રણ મંદિરોમાંથી દાનપેટીની ચોરીનો બનાવા બન્યો હતો.જેના ફરાર આરોપીને થાન પોલીસે તેના ઘરે ગુગલીયાણાથી ઝડપી પાડ્યોહતો.તેની પુછપરછમાં ફુલવાડી સોસાયટીનું રાધાકૃષ્ણમંદિર, ભોયરેશ્વર સોસાયટી ઠાકરમંદિર અને મોમાઇ મંદિરમાં ચોરી કર્યાનું કબુલ્યુ હતુ.આથી ત્રણેય મંદિરમાંથી ચોરીના રૂ.27 હજાર તેની પાસેથી જપ્ત કરાયા હતા. થાનગઢના ફુલવાડી સોસાયટીમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરેથી તા.15-6-2022ના રોજ દાન પેટીની ચોરીનો બનાવ બન્યો હતો.આ ઉપરાંત થાન ભોયરેશ્વર સોસાયટી ઠાકર મંદિર માંથી અને મોમાઇમાના મંદિરેથી પણ દાન પેટી ચોરીનો બનાવ બન્યો હતો.

આથી થાન પીઆઇ એ.એચ.ગોરીના માર્ગદર્શનમાં પીએસઆઇ એન.પી.મારૂ, એએસઆઇમગનભાઇ,ભગુભાઇ,મનોજભા ઇ, દિલિપભાઇ સહિત ટીમે તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન ચોરીના ગુનાનો આરોપી ગુગલીયાણા ગામે તેના ઘરે હોવાની બાતમી મળી હતી.આથી પોલીસ ટીમે ગુગલીયાણા ગામેથી રાહુલ ઉર્ફે બાયલો જાદવભાઇ વાઘરોડીયાને ઝડપી પાડ્યો હતો.તેની પુછપરછમાં તેણે રાધાકૃષ્ણમંદિરેથી 6 હજાર, ઠાકર મંદિરમાંથી 9 હજાર, મોમાઇમાના મંદિરેથી 13 હજાર ચોર્યાનું કબુલ્યુ હતુ.આથી પોલીસે તેની પાસેથી રૂ.27 હજાર રોકડાનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement