જોરાવરનગર ખાતે શિવલાલજી આનંદજી મકાસણા ટ્રસ્ટની મુલાકાત લઈ અટલ યાત્રામાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની હાજરી

23 June 2022 01:52 PM
Surendaranagar
  • જોરાવરનગર ખાતે શિવલાલજી આનંદજી મકાસણા ટ્રસ્ટની મુલાકાત લઈ અટલ યાત્રામાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની હાજરી
  • જોરાવરનગર ખાતે શિવલાલજી આનંદજી મકાસણા ટ્રસ્ટની મુલાકાત લઈ અટલ યાત્રામાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની હાજરી
  • જોરાવરનગર ખાતે શિવલાલજી આનંદજી મકાસણા ટ્રસ્ટની મુલાકાત લઈ અટલ યાત્રામાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની હાજરી

સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા સંતો મહંતો કલાકારો સાહિત્યકારો અને ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથે સંવાદ કર્યો : બીજા દિવસનો કાર્યક્રમ ટુંકાવવામાં આવ્યો

ગાયની પૂજા પણ સી.આર પાટીલ દ્વારા કરવામાં આવી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.23
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવ્યા છે ત્યારે વિવિધ કાર્યક્રમો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે સાંજના સમયથી સી.આર.પાટીલ પધાર્યા છે ત્યારે ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રી રોકાણ પણ પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિવિધ કાર્યક્રમો સાથે બે દિવસનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સુરેન્દ્રનગર ખાતે છે ત્યારે બીજા દિવસે વહેલી સવારના કાર્યક્રમોનો સી.આર.પાટીલ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ત્યારે ચૂંટણી પહેલા બે દિવસની મુલાકાતે સી.આર.પાટીલ સુરેન્દ્રનગર ની મુલાકાતે છે ત્યારે આજે વહેલી સવારથી પણ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે સૌપ્રથમ સી.આર.પાટીલ દ્વારા શહેરના સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી છે ત્યાર બાદ સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ શિવ લાલજી આણંદજી માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે હેઠળ અટલ યાત્રા કરાવવામાં આવી રહી છે યાત્રામાં પણ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે હાજરી આપી છે ત્યારબાદ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર ખાતેના મેડિકલ હોલ ખાતે સી.આર.પાટીલ આવવા રવાના થયા છે.

ચૂંટણી પહેલા બે દિવસની મુલાકાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરેન્દ્રનગર માં આવ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત અને કાર્યકરોનો ઉત્સાહ સાતમાં આસમાને છે ત્યારે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોજવામાં આવ્યા છે અને વિવિધ સંસ્થાઓ કાર્યકર્તાઓ નેતાઓ કલાકારો ધાર્મિક મહંતો સંતો સાથે પણ બેઠક યોજવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે 2022માં 150 થી વધુ બેઠકો ભાજપને મળશે તે માટેની તૈયારીઓ હાલથી જ પ્રદેશપ્રમુખ સી.આર પાટીલ અને સુરેન્દ્રનગરના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શરુ કરી દેવામાં આવી છે.

અગત્યનું કામ હોવાના કારણે અડધા દિવસના કાર્યક્રમો પાટીલે ટુંકાવ્યા
સી.આર.પાટીલ સુરેન્દ્રનગર જિલ્લાની બે દિવસની મુલાકાતે છે ત્યારે ગાંધીનગર ખાતે અચાનક બપોર પછીની બેઠકનું આયોજન હોય એને ધારાસભ્યો સાથે બેઠક હોય અને રાષ્ટ્રપતિના ચૂંટણી છે તે અંગેની મહત્વપૂર્ણ બેઠક હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં 12:00 પછીના તમામ કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે આંશિક રીત થી ટુકવ્યા છે કરવામાં આવ્યા છે જો કે તેમના દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ કાર્યક્રમ આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારી ઉપસ્થિતિ માં જ કરવામાં આવશે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ અચાનક ગાંધીનગર ખાતે બેઠક યોજવાની હોય જેથી અમુક કાર્યક્રમો તૈયાર પાર્ટી દ્વારા આંશિક રીતે રદ કરવામાં આવ્યા છે ને ટુકવવામાં આવ્યા છે.

વૃદ્ધોને અટલ યાત્રાએ સીઆર પાટીલે મોકલ્યા
સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં જોરાવરનગર ખાતે આવેલી સેવાભાવી સંસ્થા ની મુલાકાત પણ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારે અંદાજીત 100 થી વધુ વૃદ્ધોને યાત્રાએ સી.આર.પાટીલ દ્વારા મોકલવામાં આવ્યા છે તે ઉલ્લેખનીય છે કે આ સંસ્થાના આગેવાન ચંદ્રેશભાઇ પટેલ દ્વારા થયેલા અનેક સમયથી અટલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર મહિને 120થી વધુ વૃદ્ધોને ધાર્મિક યાત્રા ઉપર મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં પણ ખાસ હાજરી સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવી છે અને જોરાવનગર ખાતેથી ટ્રાવેલ્સની મારફતે વૃદ્ધો ને યાત્રા માટે સી.આર.પાટીલની લીલી ઝંડી આપ્યા બાદ મોકલવામાં આવ્યા છે.

રોડ શો અને 3000થી વધુ બાઈક સાથે ભવ્ય રેલી યોજવામાં આવી
સુરેન્દ્રનગર ની મુલાકાતે પ્રદેશ પ્રમુખ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ઉપાસના સર્કલ ખાતેથી ભવ્ય રેલી યોજવામાં આવી છે અને રોડ શો પણ કરવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે સી આર પાટીલ ના ભવ્ય રોડ શોમાં 3000થી વધુ બાઇકચાલકો સ્વયંભૂ રીતે રેલીમાં જોડાયા છે અને ભવ્ય રોડ શો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સી આર પાટીલ સભા સ્થળ એટલે કે પેજ સમિતિના સંવાદ કાર્યક્રમ માં એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પહોંચ્યા છે ત્યારે ત્યાં પણ અંદાજે 15 હજારથી વધુ લોકોની જનમેદની ને સીઆર પાટીલે સંબોધિ છે અને પેજ સમિતિ સંવાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


Loading...
Advertisement
Advertisement