કાલે વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી કરશે દ્રોપદી મુર્મુ

23 June 2022 01:57 PM
India
  • કાલે વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી કરશે દ્રોપદી મુર્મુ

દિલ્હી પહોંચતા NDA ઉમેદવાર: આગામી મહિને રાજયોનો પણ પ્રવાસ કરશે

નવી દિલ્હી: દેશના નવા રાષ્ટ્રપતિ માટે નિશ્ચિત મનાતા એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. શ્રીમતી મુર્મુ આજે ભુવનેશ્વરથી દિલ્હી જવા રવાના થયા હતા અને બાદમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ મોવડીમંડળ તથા એનડીએના સાત પક્ષોના નેતૃત્વ સાથે બેઠક યોજશે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે તે પુર્વે દ્રોપદી મુર્મુના ઉમેદવારી સમયે હાજર રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી તા.18 જુલાઈના રોજ યોજાનારી છે અને આ માસના અંત સુધીમાં ઉમેદવારી સહિતની પ્રક્રિયા પુરી થયા બાદ દ્રોપદી મુર્મુ અનેક રાજયોનો પ્રવાસ કરીને પોતાનો પ્રચાર પણ કરશે.

એનડીએના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુની જીત નિશ્ર્ચિત ગણાય છે તેઓ ઓડીસાના હોવાથી અહી બીજુ જનતાદળ પણ સમર્થન કરશે તો ભાજપે વિપક્ષ ખાસ કરીને આદીવાસી ધારાસભ્યો અને સાંસદોના મતો મેળવવા ખાસ વ્યુહ રચ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement