144 વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથને પહેરાવાશે સોના તથા હીરાજડીત બખ્તર

23 June 2022 01:58 PM
Ahmedabad Gujarat
  • 144 વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથને પહેરાવાશે સોના તથા હીરાજડીત બખ્તર

ભગવાન જગન્નાથના મુગટમાં જે ડીઝાઇન અને વર્ક કરાયું છે તેવું પહેલા કયારેય કરાયું નથી : જમાલપુર મંદિરમાં પુરજોશમાં ચાલતી તૈયારીઓ

અમદાવાદ, તા. 23
રથયાત્રાને લઈને ભગવાનના મહામુલા વાઘા તૈયાર થઈ ચુક્યા છે. તો આ વખતે પહેલીવાર જગતનો નાથને બખ્તર અને કુંડળ પણ ધારણ કરશે. આ વર્ષે વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તગણ જોડાશે અને ભગવાન સોળ શણગાર સજશે.

ભગવાન જગન્નાથના મહામુલા વાઘાની ઝલકની વાત કરીએ તો આ સોનાથી સુશોભીત જાણે વાઘા તૈયાર કરાયા હોય તેવા વાઘા ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને ભાઈ બલરામને પહેરાવાશે. ખાસ બહારથી કારીગરો બોલાવી ભગવાનના વાઘા તૈયાર કરવાનું કામ કરાયું છે.

ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે. એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે.

જેમાં જાતજાતની અને ભાતભાતની કારીગરી કરવામાં આવી છે. આ વખતનો ભગવાનનો વેશ ખૂબજ અદભૂત હશે કેમકે આ વખતે ભગવાનના શણાગારમાં કેટલીક ચીજોનો વધારો કરવામાં પણ આવ્યો છે. 145મી રથયાત્રા 1લી જુલાઇએ નિકળશે, જમાલપુર મંદિરમાં પુરજોશમાં તૈયારી થઇ રહી છે તથા રથોને રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement