ઈ-સ્કુટર આગ: ઓલાને પણ કેન્દ્ર સરકારની નોટીસ

23 June 2022 02:03 PM
India
  • ઈ-સ્કુટર આગ: ઓલાને પણ કેન્દ્ર સરકારની નોટીસ

15 દિવસમાં જવાબ આપવા તાકીદ

નવી દિલ્હી:
દેશમાં ઈ-સ્કુટરની વધતી જતી માંગ સામે આ પ્રકારના સ્કુટરમાં આગ લાગવાની પણ સતત વધતી જતી ઘટનાઓમાં હવે કેન્દ્ર સરકારે આકરા વલણ સાથે પ્યોર ઈવી તથા બુમ મોટર્સ બાદ ઓલા- ઈલેકટ્રીકને પણ શા માટે તેમના બ્રાન્ડના ઈ-સ્કુટરમાં આગ લાગે છે તે માટે ખુલાસો 15 દિવસમાં જવાબ આપવા નોટીસ ફટકારી છે.

હાલમાં જ ઓલા ના ઈ-સ્કુટરમાં પણ આગની વધુ એક ઘટના બની હતી અને તે બાદ કેન્દ્ર સરકારે હવે ઈ-વ્હીકલ ખાસ કરીને ઈ-સ્કુટરના ઉત્પાદકો સાથે બેઠક યોજી હતી અને ગુણવતા સુધારવા માટે તાકીદ કરી હતી. ઓલાના સ્કુટરમાં આગ લાગ્યા બાદ ઓલાએ 1441 સ્કુટર રી-કોલ કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement