જામનગર-રાજકોટ રોડ ધોરીમાર્ગ પર અમદાવાદના કટલેરીના વેપારીઓને લૂંટી લેનાર લૂંટારૂ બેલડી ઝડપાઈ

23 June 2022 03:16 PM
Jamnagar
  • જામનગર-રાજકોટ રોડ ધોરીમાર્ગ પર અમદાવાદના કટલેરીના વેપારીઓને લૂંટી લેનાર લૂંટારૂ બેલડી ઝડપાઈ

હાઈવે રોડ પર જુદી જુદી ચાર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની લુટારૂઓની કબૂલાત

જામનગર તા.23:
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા પાટીયા નજીક અઠવાડિયા પહેલાં અમદાવાદના કટરીના 4 વેપારીઓને ધાક-ધમકી આપી લૂંટી લેવાયા હતા, જે વેપારીઓને લૂંટી લેનાર જામનગરની લુટારુ બેલડીને એલસીબીની ટીમ તેમજ સીટી બી. ડીવિઝન પોલીસે પકડી લીધા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે. એલસીબીની પૂછપરછમાં લૂંટારૂઓએ કુલ ચાર લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા નજીક એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠેલા અમદાવાદના કટલેરી ના વેપારીઓ, કે જેઓ સલાયાના ઉર્ષમાં પોતાનો વેપાર કરીને પરત જઇ રહયા હતા. જે દરમિયાન ડબલ સવારી બાઈક માં બે લૂંટારુઓ આવ્યા હતા, અને ધાક ધમકી આપી તેઓ પાસેથી રૂપિયા 83 હજારની માલ મત્તાની લૂંટ ચલાવીને ભાગી છૂટયા હતા. જે અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લૂંટ અંગેનો ગુનો નોંધાયો હતો.

જામનગરની એલ.સી.બી ટિમ તેમજ સીટી બી. ડિવિઝન પોલીસ ની ટુકડી ને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત લૂંટની ઘટનામાં જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતો અબ્દુલ ઉર્ફે અબુડો કાસમભાઈ જોખીયા તેમજ આબિદ ઉર્ફે આબલો રસીદ ભાઇ ચંગડા સંડોવાયેલા છે, જેની માહિતી મેળવીને સીટી બી. ડીવીઝન પોલીસની ટીમે વોચ ગોઠવી સૌપ્રથમ અબ્દુલ ઉર્ફે અબુડો ને પકડી પાડ્યો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે પણ વોચ રાખીને આબીદ ઉર્ફે આબલો રસિદભાઈ ચંગડાને પકડી પાડયો છે.

તેઓ પાસેથી લૂંટ મારફતે મેળવેલી રૂપિયા 5,500 કાર્યક્રમ હસ્તગત કરી છે, અને પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં બંનેને સુપ્રત કરી દીધા છે. એલસીબીની ટીમ દ્વારા પકડાયેલા આરોપીએ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અન્ય ત્રણ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે. દરેડ જીઆઇડીસી વિસ્તારમાં અઢી મહિના પહેલાં એક ટ્રક ચાલકને લૂંટી લીધો હોવાનું અને રૂપિયા 7 હજારની લૂંટ ચલાવ્યાની કબૂલાત કરી છે. ઉપરાંત તે જ દિવસે દરેડ જીઆઇડીસી એપલ ગેટ પાસે ટ્રક ડ્રાઇવર પાસેથી રૂપિયા 2500 ની લૂંટ કરી હોવાની કબુલાત આપી છે. આજથી ત્રણેક મહિના પહેલાં હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર અન્ય એક ટ્રક ડ્રાઇવર પાસેથી પણ રૂપિયા 10 હજારની લૂંટ ચલાવ્યા નું કબૂલ્યું છે.


Loading...
Advertisement
Advertisement