જામનગર ખાણખનીજ તંત્ર તોડમાં વ્યસ્ત રહેતા સ્ટેટ વિજીલન્સે ખનીજ ચોરી ઝડપી

23 June 2022 03:18 PM
Jamnagar
  • જામનગર ખાણખનીજ તંત્ર તોડમાં વ્યસ્ત રહેતા સ્ટેટ વિજીલન્સે ખનીજ ચોરી ઝડપી
  • જામનગર ખાણખનીજ તંત્ર તોડમાં વ્યસ્ત રહેતા સ્ટેટ વિજીલન્સે ખનીજ ચોરી ઝડપી

ગેરકાયદે ખનન માફિયાઓ પર સામૂહિક દરોડા પાડી જે.સી.બી.- ટ્રેક્ટર- ડમ્પર સહિત 2.34 કરોડની માલ સામગ્રી કબજે

જામનગર તા.23:જોડિયા તાલુકાના બાદનપર ગામ ની સીમ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખાણ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી ખનીજચોરો માં ભારે નાસભાગ મચી ગઇ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સ્થળ પરથી જેસીબી મશીનો, ડમ્પર, લોડર મશીન, ખનીજ ચોરી કરેલા વાહનો, વગેરે સહિત બે કરોડ 34 લાખ ની માલમતા કબજે કરી લેવામાં આવી છે, અને જોડીયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક આઇપીએસ અધિકારી શ્રી આશિષ ભાટિયા દ્વારા તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરૂ, તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલ ના નિર્લિપ્ત રાય સહિત ના ઉચ્ચ સંધિકારીઓ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામ ની નદી ના વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં સ્ટેટ મોનીટરીંગ સેલ ને સામુહિક રીતે દરોડા પાડવા માટેની સુચના આપવામાં આવી હતી.

જે સૂચના અનુસાર આજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જોડિયા તાલુકાના બાદનપર ગામ ની સીમમાં ઉન્ડ-2 નદીના કિનારે દરોડા પાડયા હતા.જેમા જુદા જુદા સ્થળોએ બે લોડર મશીનો દ્વારા ડમ્પર તેમજ ટ્રેક્ટર માં સરકારી જગ્યા માંથી રેતી ભેગી કરીને કોઈપણ પ્રકારની ખાણ ખનીજ વિભાગ ની લીઝ ની મંજૂરી વગર બેફામ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જે માહિતીના આધારે સ્થળ પરથી બે લોડર મશીન, 7 ડમ્પર જેમાં એકમાં ચોરાઉ રેતી ભરેલી હતી. તે ઉપરાંત ચાર ટ્રેક્ટર, જેમાં બે ટ્રેક્ટર માં રેતી ભરેલી હતી. તેમજ મોટરસાયકલ, એન્જિન ઓઇલ મશીન, 20 મીટરની ડોલ વગેરે મળી કુલ 2,34,49,505 ની માલ મત્તા કબજે કરી લેવામાં આવી હતી, અને જોડીયા પોલીસ મથકમાં સુપરત કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીને લઇને અને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.


Loading...
Advertisement
Advertisement