રાષ્ટ્રપતિ ચૂંટણી: આજે સીએમ આવાસ ખાતે ભાજપની મહત્વની બેઠક

23 June 2022 03:46 PM
Gujarat
  • રાષ્ટ્રપતિ ચૂંટણી: આજે સીએમ આવાસ ખાતે ભાજપની મહત્વની બેઠક

પક્ષના તમામ ધારાસભ્યો અને સાંસદોને રાષ્ટ્રપતિ ચૂંટણી મતદાનની પ્રક્રિયા સમજાવાશે

આગામી તા.19ના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આવતીકાલે ઉમેદવારી નોંધાવવાના છે તે પુર્વે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યો તથા સાંસદોની એક મહત્વની બેઠક મળનાર છે જેમાં પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ તથા સંગઠનના મહત્વના હોદેદાર તરુણ ચુગ હાજર રહેશે અને તેમાં ધારાસભ્યો અને સાંસદોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવશે. ઉપરાંત તેમનો મત ખોટો ન ઠરે અથવા તો મતદાનમાં કોઈ ક્ષતિ ન સર્જાય તે માટે ખાસ સૂચના અપાશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સમયમાં ભાજપ તેમના ધારાસભ્યો અને સાંસદો માટે એક અલગ વર્કશોપ પણ યોજનાર છે જેમાં તેઓને સમગ્ર મતદાનની પ્રક્રિયા અને કઈ રીતે મત આપવાનો છે તે પણ જ્ઞાન અપાશે.


Related News

Loading...
Advertisement
Advertisement