ઉદ્ધવ ઠાકરે માટે હવે શિવસેના અને પરિવારનું વર્ચસ્વ બચાવવાની ચિંતા

23 June 2022 04:07 PM
India Maharashtra Politics
  • ઉદ્ધવ ઠાકરે માટે હવે શિવસેના અને પરિવારનું વર્ચસ્વ બચાવવાની ચિંતા

* ભાજપ હજું થોભો અને રાહ જુઓની સ્થિતિમાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત બદલાઈ રહેલા રાજકીય દ્રશ્યો વચ્ચે હવે શિવસેનામાં ભંગાણ નિશ્ર્ચિત છે અને બળવાખોર નેતા એકનાથ શિંદે તથા તેમની સાથે રહેલા સેનાના ધારાસભ્યો તથા સાંસદો હવે ખુદને સાચી શિવસેના સાબીત કરવા કાનુની માર્ગે જશે તેવા સંકેત છે. એકનાથ શિંદેએ જો એનસીપી-કોંગ્રેસ સાથે છેડો ફાડવા અને ભાજપ સાથે સરકાર રચવામાં આવે તો તેમાં અને બાગી ધારાસભ્યો પરત આવશે તેવી શરત મુકી છે.

* શિંદે જૂથ સાચી શિવસેનાનો દાવો કરી સેનાનું ચૂંટણી પ્રતિક પણ મેળવવા ચૂંટણીપંચમાં જશે

પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે માટે ભાજપ સાથે જવું એ મુશ્કેલ છે અને ભાજપ પણ ‘પરિવાર-વાદ’ને ખત્મ કરીને મહારાષ્ટ્રમાં શિવસેનાને ‘બી’ ટીમ જ રાખવા માંગે છે અને તેથી ઠાકરે પરિવાર માટે હવે શિવસેના બચાવવા કરતા તેમનું રાજકીય વજૂદ બચાવવાનો અસ્તીત્વનો પ્રશ્ર્ન બની ગયો છે. હવે એકનાથ શિંદે જૂથ ખુદને જ સાચી શિવસેના તરીકે સ્થાપીત કરવાની માંગ કરશે અને સર્વપ્રથમ વિધાનસભામાં તેઓ ‘શિવસેના’ તરીકે ઓળખ પ્રસ્થાપિત કરવાનો દાવ ખેલશે અને બાદમાં શિવસેનાનું જે ચૂંટણી પ્રતિક છે. ધનુષ્ય બાણ છે તે પણ પક્ષના જૂથને ફાળવવા માંગ કરશે.

* શિંદે જૂથ ભાજપ સાથે જાય તો પણ કિંગ કે કિંગ મેકર્સ નહી સાથી પક્ષ જ બની રહેશે

બીજી તરફ ભાજપે હજું આ વિવાદને શિવસેનાની આંતરિક બાબત ગણાવી છે પણ તે હાલ પરદા પાછળથી સક્રીય છે પણ તે એકનાથ શિંદેને કિંગ કે કિંગ મેકર્સ બનવા દેશે નહી. એક વખત ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે કે વિધાનસભાના ફલોર પર સરકાર બહુમતી ગુમાવે પછી વિધાનસભામાં સૌથી મોટો પક્ષ તરીકે સરકાર રચવાનું આમંત્રણ મેળવીને ભાજપ સરકારનું નેતૃત્વ કરશે અને તેમાં શિવસેનાના બાગી જૂથ સમર્થન કરી સંયુક્ત અસર બનાવે તેવી શકયતા છે. જો કે હાલમાં હજું ઉદ્ધવ ઠાકરે પાસે 16 ધારાસભ્યો છે અને શિંદે કેમ્પમાં શિવસેનાના 38 જેટલા ધારાસભ્યો હોવાના સંકેત છે અને તેથી હજું આ ખેલ લાંબો ચાલશે.


Related News

Loading...
Advertisement
Advertisement