ફોરેન્સીક સાયન્સના વિદ્યાર્થીએ સગી બહેનને જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંક્યા : વીડિયો વાઇરલ

23 June 2022 05:02 PM
Vadodara Gujarat
  • ફોરેન્સીક સાયન્સના વિદ્યાર્થીએ સગી બહેનને જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંક્યા : વીડિયો વાઇરલ

બહેન પર હુમલો કરતા પૂર્વે માતાને પણ છરી ઝીંકી હતી : વાઇરલ વીડિયોના આધારે યુવકની ધરપકડ

વડોદરા,તા. 23
વડોદરાના ફોરેન્સીક સાયન્સ કોલેજનાં એક વિદ્યાર્થીએ પોતાની સગીર માતા તથા બહેનને છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે યુવકની ધરપકડ કરી છે.

વડોદરા જિલ્લાના વરનામા ખાતે એક યુવક પોતાના ઘરની બહાર સગી બહેનને છરીના આડેધડ ઘા ઝીંકતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. તેના આધારે પોલીસે તપાસ કરી હતી. અને યુવકની ધરપકડ કરી હતી. આ યુવક વડોદરાની ફોરેન્સીક સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છે. નાણાકીય સમસ્યા અને ઘરેલુ પ્રશ્નથી માનસિક સંતુલન ગુમાવી દેતા સગી માતા અને બહેન પર છરીના વાર કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

ઘરની બહાર જાહેરમાં બહેન પર છરીથી વાર કરતાં યુવકે તે પૂર્વે ઘરમાં તેની સગી માતાને પણ છરી ઝીંકી હતી. આ દરમિયાન ખુદ તેને પણ ઇજા થઇ હતી. માતા-પુત્રી અને યુવક એમ ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ગોહીલે જણાવ્યું હતું કે સગા ભાઈએ છરીના અનેક ઘા ઝીંક્યા હોવા છતાં સદનસીબે યુવતીના આંતરીક અંગોને કોઇ નુકશાન થયું ન હતું એટલે હોસ્પિટલમાં હોવા છતાં તેની હાલત ભયમુક્ત છે. પોલીસે યુવક સામે આઈપીસીની કલમ 326 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં એવું પણ માલુમ પડે છે કે બહેન પર છરીના ઘા ઝીંકતા યુવકને રોકવા માટે આસપાસના લોકો આવી ગયા હતા પરંતુ યુવકે તેમને પણ છરી દેખાડીને આવતા રોક્યા હતા અને બહેન પણ પ્રહાર ચાલુ રાખ્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement