દેવું ચૂકવવા પાક. ગિલગિટ-બાલ્ટીસ્તાનને ચીનના ગિરવે મુકશે!

23 June 2022 05:05 PM
World
  • દેવું ચૂકવવા પાક. ગિલગિટ-બાલ્ટીસ્તાનને ચીનના ગિરવે મુકશે!

ચીનના રવાડે ચડેલા પાકિસ્તાનના હાલ હવાલ શ્રીલંકા જેવા થવાના એંધાણ

ગિલગિટ-બાલ્ટીસ્તાન પર પાક.નો ગેરકાયદે કબ્જો છે ત્યારે જો તે ચીનને હવાલે કરાય તો તે યુદ્ધનું મેદાન બની શકે: મુમતાઝ નગરી: ચીનના એશિયામાં વધતા પગ પેસારાને રોકવા અમેરિકાની ચીન પર સતત નજર

ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.23
ચીનના રવાડે ચડીને શ્રીલંકામાં જેમ આર્થિક કટોકટી સર્જાઈ તેવી હાલત હવે પાકિસ્તાનની થવા લાગી છે. ચીનના દેવામાં ડુબેલુ પાકિસ્તાન કરજ ચૂકવવા ગિલગિટ અને બાલ્ટીસ્તાન ચીનને હવાલે કરી શકે છે. પાકિસ્તાન ચીનથી સતત કરજ લઈ રહ્યું છે. 22 જૂને પણ ચીન પાસેથી પાકિસ્તાને 2.3 મિલિયન ડોલરનું કરજ લીધું છે.

ચીનના વધતા કરજનું ચુકવણું કરવા માટે પાકિસ્તાન પાક. અધિકૃત કાશ્મીર (પીઓકે)ના ગિલગીટ બાલ્ટીસ્તાન ક્ષેત્રને લીઝ પર આપી શકે છે. કાકાકોરમ નેશનલ મુવમેન્ટના અધ્યક્ષ મુમતાઝનગરીએ આશંકા વ્યક્ત કરી છે કે પહેલાથી જ વિખુટુ અને ઉપેક્ષિત ગિલગીટ બાલ્ટીસ્તાન ગ્લોબલ પોવર્સ માટે ભવિષ્યમાં યુદ્ધનું મેદાન બની શકે છે. ગિલગિટ-બાલ્ટીસ્તાન ક્ષેત્ર પર પાકિસ્તાનનો ગેરકાનુની કબ્જો છે.

નિષ્ણાંતો કહે છે કે જો પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટીસ્તાન ક્ષેત્ર ચીનને સોંપે તો તે ચીન માટે વરદાન સાબીત થશે. રિપોર્ટ બતાવે છે કે આ પગલાથી ઈસ્લામાબાદને ચીન તરફથી મોટી રકમ મળી શકે છે. જેથી હાલની કથળેલી આર્થિક હાલતમાં એક મોટી રાહત મળી શકે છે. બીજીબાજુ અમેરિકા એશિયામાં ચીનના વધતા વિસ્તારને રોકવા પગલાં ઉઠાવી રહ્યું છે અને એકસપર્ટ માને છે કે અમેરિકા કયારેય સહન નહીં કરે કે કોઈ નવા ક્ષેત્ર પર ચીનનો કબજો થઈ જાય. અમેરિકા ખુદ ચીન પર નજર રાખવા માટે બલુચીસ્તાન અને ગિલગીટ-બાલ્ટીસ્તાન પર નજર રાખી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement