રાજકોટ,તા.23 : આર.ટી.ઓ પાછળ શ્રીરામ સોસાયટીમાં જુની અદાવતનો ખાર રાખી પ્રવિણ સાંચલા પર નિલેશ સહીત ત્રણ શખ્સોએ ધોકા પાઈપની હુમલો કરતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા.બનાવની વઘુ વિગત અનુસાર માલધારી સોસાયટી માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતાં પ્રવિણભાઈ રઘુભાઈ સાંચલા (ઉ.વ.25) ગત રોજ પોતાનું બાઈક લઈ આરટીઓ પાછળ આવેલ શ્રીરામ સોસાયટીમાંથી પસાર થતાં હતા. ત્યારે ડો.મારૂના દવાખાના પાસે ઉભેલા નિલેષ સહીત ત્રણ શખ્સોએ બાઈક અટકાવીને ધોકા-પાઈપથી આડેધડ હુમલો કરતાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
બનાવની જાણ થતાં પ્રવિણનો મીત્ર ભાવેશભાઈ દોડી ગયા હતાં અને તેને સારવારમાં ખસેડયો હતો.વધુમાં ઈજાગ્રસ્તના મીત્રએ જણાવ્યું હતું કે હુમલો કરનાર નિલેષ એક માસ પહેલા પ્રવિણભાઈની ભત્રીજી કાજલ જે કોટડા સાંગાણીના રાજપીપળા સાસરે હતી ત્યાથી તેમને ઉપાડીને ભાગી ગયો હતો. જે બાદ નિલેષના પરીવારજનો સાથે બેઠક કરીને ભત્રીજીને પરત લાવ્યા હતાં. જે બાબતનો ખાર રાખીને હુમલો કર્યો હતો. બનાવ અગેની સીવીલ ચોકીના સ્ટાફે બીડીવીઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો. અને મારામારી કરનાર શખ્સોની શોધખોળ આદરી હતી.
અગાઉ સમાધાનની બેઠકમાં ઈજાગ્રસ્ત અને તેના મિત્ર પર નિલેષે હુમલો કર્યો ‘તો’
રાજકોટ,તા.23 : આર.ટી.ઓ પાછળ થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તના મીત્રએ જણાવ્યું હતું કે આરોપી નિલેષ એક માસ અગાઉ પ્રવિણભાઈની ભત્રીજીને સાસરીયેથી ભગાડી ગયો હતો. જે બાબતે સમાધાનની બેઠક બોલાવી ત્યારે નિલેષ અને તેના કાકાએ પ્રવિણભાઈ અને મારી પણ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા.જે બાબતની કોટડાસાંગાણી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી પણ તે બાબતે પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો ભાવેશ ધોળકીયાએ આક્ષેપ કર્યો હતો.