વ્યાજખોર કિશને રૂ.1.40 લાખની ઉઘરાણી કરતા હર્ષ જોષીએ ફિનાઇલ પીધું

23 June 2022 05:18 PM
Rajkot Crime
  • વ્યાજખોર કિશને રૂ.1.40 લાખની ઉઘરાણી કરતા હર્ષ જોષીએ ફિનાઇલ પીધું

અગાઉ ખંડણીમાં પકડાયેલો કિશન ગઢવી વ્યાજ માટે અવારનવાર ધમકી આપતો હોવાનું અંકુર સોસાયટીના યુવાનનું બયાન:70 હજારના 90 હજાર ચૂકવ્યા છતાં પૈસાની ઉઘરાણી કરે છે

રાજકોટ,તા.23 : ગુરૂપ્રસાદ ચોક પાસે અંકુર સોસાયટીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હર્ષ જીજ્ઞેશભાઇ જોષી (ઉ.વ.22) નામના યુવાને ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.હર્ષે જણાવ્યું હતું કે,તેના માતા-પિતા હયાત નથી. પોતે એક બહેનથી નાનો છે અને ડ્રાઇવીંગ કામ કરે છે.એક મહિના પહેલા જ તેના લગ્ન થયા છે.

અગાઉ તેણે નાનીમા બિમાર હોઇ તેની સારવાર માટે પરિચિત એવા ખોડિયારનગરના કિશન ગઢવી પાસેથી રૂા.70 હજાર હાથ ઉછીના લીધા હતાં.આ રકમ સામે બાદમાં તેણે વ્યાજ માંગતા અત્યાર સુધીમાં કુલ 90 હજાર ચુકવી દીધા હતા.છતાં પણ હવે તે રૂા.1.40 લાખની ઉઘરાણી કરી સતત પરેશાન કરે છે.આ કારણે કંટાળી જઇ પોતે રાતે ઘર નજીક ફિનાઇલ પી ગયો હતો અને ઘરે જઇ ઉલ્ટીઓ કરવા માંડતાં પોતાને હોસ્પિટલે ખસેડાયો હતો.તેમ હર્ષએ જણાવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.તેણે કહ્યું હતું કે કિશન અગાઉ ખંડણીના કેસમાં સંડોવાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement