રાજકોટ,તા.23
ઢેબર રોડ પર ટ્રાન્સપોર્ટનો માલભરી રીક્ષા સાથે નિકળેલા ભરત રાઠોડને તારી રીક્ષાનો હપ્તો ચડી ગયેલ છે. કહી ફાયનાન્સર લાલા ભરવાડ સહીતના શખ્સોએ મારમારી માલભરેલી રીક્ષા ઝુંટવીને નાશી છુટયા હતાં. જયારે ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવારમાં ખસેડવામાં આવેલ હતો.
બનાવની વધુ વિગત અનુસાર ગોકુલધામ, ગીતાંજલીમાં રહેતા ભરતભાઈ કરસનભાઈ રાઠોડ (ઉ.વ.35) ગત રોજ પોતાની ઓટો-રીક્ષામાં ટ્રાન્સપોર્ટનો માલ-સામાન ભરી ઢેબર રોડ પરથી પસાર થતો હતો ત્યારે ફાયનાન્સર લાલો ભરવાડ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ પાણીના ટાંકા પાસે રીક્ષા અટકાવી આ વાહનના હપ્તા ચડી ગયા છે તેમ કહી ઢીકાપાટુંનો મારમાયો હતો. અને બાદમાં માલ-સામાન ભરેલી રીક્ષા ઝુંટવીને નાશી છુટયા હતાં. અને ઈજાગ્રસ્તને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે મે 15 દિવસ પહેલા જ ખરીદેલી રીક્ષા લઈ નિકળ્યો ત્યારે અગાઉ ખરીદેલી રીક્ષાના બ્રાઉન્સ હપ્તાની માંગણી કરી ફાયનાન્સર લાલા ભરવાડે હુમલો કર્યો હતો.બીજા બનાવમાં હુડકો ચોકડી હાઉસીંગ કવાર્ટરમાં રહેતા ગોપાલભાઈ કિશનભાઈ માલકીયા (ઉ.વ.36) ગતરોજ હુડકો ચોકડીએ હતા ત્યારે ધસી આવેલા વિક્રમ રબારી અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા સારવારમા અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.