રાજકોટ, તા. 23
કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ એન.એચ.વાણીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ અજીતભાઇ લોખીલ, કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે હડાળા ગામની સીમમાં દેવજીભાઇ રંગાણીની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા દેવજી પપટ રંગાણી, દેવરાજ ઉર્ફે બાબુ દેવકરણ વારૂકીયા, મગન ચીકુુ રંગાણી, બહાદુરસિંહ જયુભા જાડેજા, મનોજ મગન ઘેટીયા અને ભરત કરશન કનેરીયાને રૂા. 32400ની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.
જયારે બીજા દરોડામાં વિશ્વકર્મા સોસાયટીમાં જુગાર રમતા વાસુદેવ પરીમલ સીસોદીયા, જસુબેન ધીરૂભાઇ બવકીયા, જયશ્રીબેન જયેશ વાડોદરીયા અને હંસાબેન ડાયાભાઇ ડવેરાને રૂા. 31200ની રોકડ સાથે રાજકોટ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.મોરવાડીયા અને ટીમે દરોડો પાડી દબોચ્યા હતા.