રાજકોટ,તા. 23
દર્શન કોલેજ રાજકોટમાં નોકરી કરતા શ્રી દિપકભાઈ એન. ડડૈયા, શ્રી જય કે. કાનાણી, શ્રી બલદેવ એસ. ચાવડા, શ્રી એમ. એમ. પડારીયા, શ્રી રાજેશ એમ. કંઝારીયાનાઓએ દર્શન કોલેજ સામે ગ્રેચ્યુઇટીની રકમ મેળવવા માટે પ્રથમ કન્ટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ અરજી દાખલ કરેલ હતી.
જે અરજીમાં દર્શન કોલેજ વતી એવી રજુઆત કરવામાં આવેલ કે, દર્શન કોલેજ એ જીટીયુ સંલગ્ન કોલેજ હોય ગુજરાત કોલેજીસ સર્વીસીસ ટ્રીબ્યુનલ સમક્ષ આ કેસ ચાલવાપાત્ર હોય, કન્ટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ 1972 હેઠળ આ કેસ ચાલી શકે નહિ. વિવિધ કાયદાના મુદ્દાઓ ઉઠાવેલ હતા. પરંતુ કન્ટ્રોલીંગ ઓથોરીટીએ તે વાંધાઓને માન્ય ન રાખી આ કર્મચારીઓની તરફેણમાંચુકાદાઓ આપેલ હતા.
જે ચુકાદાઓ સામે દર્શન કોલેજ દ્વારા એપેલેટ ઓથોરીટી, રાજકોટ સમક્ષ અપીલો કરેલ હતી જે અપીલોમાં પણ ઉપરોક્ત મુદ્દા ઉપરાંત વિવિધ પ્રકારના કાયદાકીય મુદ્દાઓ ઉઠાવેલ હતા અને સુનાવણી કરવામાં આવેલ હતી. તેમ છતા કન્ટ્રોલીંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરીટીએ તે મુદ્દાઓને અમાન્ય રાખી અપીલ રદ કરેલ હતી.
આ બન્ને ચુકાદાઓથી નારાજ થઇ દર્શન કોલેજ, રાજકોટનાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પે. સીએ દાખલ કરેલ છે. જે સ્પે. સીએ પ્રાથમિક સુનાવણીમાં નીકળતા ગુજરાત હાઇકોર્ટએ સુનાવણીના અંતે નોટીસ કરવાનો હુકમ ફરમાવેલ છે. દર્શન કોલેજ વતી રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી જી.આર. ઠાકર અમદાવાદના એડવોકેટશ્રી ક્રિષ્નન ઘાવરીયા તથા શ્રી ગાર્ગીબેન ઠાકરતેમજ મિલનભાઈ દુધાત્રા રોકાયેલ હતાં.