વાળંદ યુવકને કારમાં ઢસડી મોઢા પર દારૂ નાખી ત્રણ શખ્સનો ધોકા-પાઇપથી હુમલો

23 June 2022 05:32 PM
Rajkot Crime
  • વાળંદ યુવકને કારમાં ઢસડી મોઢા પર દારૂ નાખી ત્રણ શખ્સનો ધોકા-પાઇપથી હુમલો

મેટોડા જીઆઇડીસી ગેઇટ-2 પાસે : જયદિપ પાડલીયા દુકાને કામ કરી રહયો હતો ત્યારે વિભા ગમારા સહીતના શખ્સો ધસી આવીને તુટી પડયા: સારવારમાં ખસેડાયા: પડોશી નરેશ ગરૈયાએ તેના પુત્ર પર હુમલો કરાવ્યાનો પિતાનો આક્ષેપ: પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ,તા.23
મેટોડા જીઆઇડીસી ગેઇટ-2 પાસે દુકાન ધરાવતા વાળંદ યુવક જયદીપને કારમાં ઢસડી મોઢા પર દારૂ નાખી ત્રણ શખ્સોએ ધોકા અને પાઇપથી હુમલો કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગેની વધુ વિગત અનુસાર મેટોડા જીઆઇડીસીમાં રહેતા જયદીપ મહેશભાઇ પાડલીયા (વાળંદ) ઉ.વ.22, તેના ભાઇ સાથે ગત રોજ જીઆઇડીસી ગેઇટ-2 પાસે આવેલ પોતાની વાળંદની દુકાને કામ કરતા હતા

ત્યારે ધસી આવેલા વિભા ગમારા અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી યુવકને કારમાં બેસાડીને તેના મોઢા પર દારૂ નાખી ધોકા અને પાઇપથી માર માર્યો હતો. અને અમે નરેશ ગરૈયાના માણસો છીએ કહી જાનથી મારી નાખવાનફી ધમકી આપી નાસી છુટયા હતા. જે બાદ યુવકે તેના પિતાને જાણ કરતા દોડી આવ્યા હતા. અને 108 મારફતે અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા સીવીલે દોડી આવી હતી.

વધુમાં ઇજાગ્રસ્તના પિતા મહેશભાઇ પાડલીયાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે પુત્રછે. અને મેટોડાના જીઆઇડીસીમાં રહયે છે. જયા સામે જ રહેતા નરેશ ગરૈયા નામના શખ્સે એક વર્ષ પહેલા અમારા ઘરે આવીને કહેલ કે, તારો પુત્ર જયદીપ મારી પુત્રી સામે જોવે છે કહીને ઝઘડો કરી ધમકી આપીને ચાલ્યો ગયેલ હતો. જે બાદ દારૂના નશામાં અમારા પરીવાર સાથે અવાર નવાર ઝઘડો કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ પોલીસે મારામારી કરી નાશી છુટેલા શખ્સોની શોધખોળ આદરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement