શાપરમાં દેવિપૂજક બંધુ પર બે અજાણ્યા શખ્સનો છરીથી હુમલો

23 June 2022 05:33 PM
Rajkot Crime
  • શાપરમાં દેવિપૂજક બંધુ પર બે અજાણ્યા શખ્સનો છરીથી હુમલો

રાજકોટ,તા.23 : શાપરમાં દેવિપૂજક બંધુ પર બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વધુ વિગત અનુસાર શાપરમાં રહેતા અજય રમેશભાઇ પરમાર (ઉ.22) અને તેનો ભાઇ વિશાલ ગત રોજ ગુજરાત ગેઇટ પાસે હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. અને ઝઘડો કરીને છરીના ઘા ઝીંકી દીધા હતા.

બાદમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં ઇજાગ્રસ્તની માતા મંજુબેન પરમારે જણાવ્યું હતું કે, મારો પુત્ર અજય ડ્રાઇવીંગનું કામ અને વિશાલ મજુરી કામ કરે છે. અને પહેલા હું દેશી દારૂનું વેચાણ કરતી હતી અને બાદમાં મે ધંધો છોડી દીધો હતો. ત્યારે આઠ દિવસ પહેલા અજાણ્યા શખ્સો મારા ઘરે આવી દેશી દારૂની માંગણી કરીને ઝઘડો કરીને મારા પર છરીથી હુમલો કર્યો હતો. જે બાબતનો ખાર રાખીને મારા પુત્ર પર હુમલો કર્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement