રાજકોટમાં આઈશ્રી પૂ. નાગબાઈમાંની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે અષાઢી બીજે દિવ્ય શોભાયાત્રા

24 June 2022 05:12 PM
Rajkot Dharmik
  • રાજકોટમાં આઈશ્રી પૂ. નાગબાઈમાંની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે અષાઢી બીજે દિવ્ય શોભાયાત્રા

* સમસ્ત ચારણીયા સમાજ દ્વારા પ્રાગટય મહોત્સવનું ભવ્ય આયોજન * કોરોનાકાળના બે કપરા વરસ બાદ સમુહ મહાપ્રસાદનો લાભ મળશે

2ાજકોટ, તા. 24
ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપાવનાર પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માઁનાં પ્રાગટય મહોત્સવ નિમિતે રાજકોટમાં આગામી તા. 1 જૂલાઈ, 2022નાં રોજ શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ધાર્મિક પ્રસંગમાં પધારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે-ગામડે ચારણીયા સમાજનાં ઘરે ઘરે આમંત્રણ પાઠવાયા છે. પરીણામે ચારણીયા સમાજમાં પણ જબરો ઉત્સાહ છવાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી મૌખિક અને લેખિત આમંત્રણ મોકલીને પૂ. શ્રીનાગબાઈ માતાજીનાં જન્મોત્સવમાં નાનકડા નેશડાથી લઈને મોટા મહાનગર સુધીનાં વિસ્તારોનો ચારણીયા સમાજ મોટી સંખ્યામાં જોડાઈ એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો તા. 1 જૂલાઈ, 2022નાં શુક્રવારનાં રોજ સવારે 9.39 માગ્યે કિસાન52ા ચોકથી પ્રારંભ થશે. ભવ્ય શોભાયાત્રામાં પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માતાજીની ફણીધર નાંગ સાથેની 14 ફૂટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરૂં આકર્ષણ જમાવશે. શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ. શ્રીનાગબાઈ માતાજીની 14 ફૂટ ઉંચી દિવ્ય પ્રતિમા બીરાજમાન 2હેશે. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.નાં સુર-તાલે આધ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજ જબરૂં આકર્ષણ જમાવશે.

આ શોભાયાત્રામાં 5રં5રાગત પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. નાના બાળકોને પણ ચારણીયા સમાજનાં પરંપરાગત પહેશવેશમાં સજજ હશે. આ ઉપરાંત કેટલાક નાના બાળકોને હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓની વેશભૂષામાં તૈયાર કરીને ભવ્ય શોભાયાત્રાને દિવ્ય બનાવાશે.

રાજકોટમાં કિસાનપરા ચોક ખાતે આગામી તા. 1 ને શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે સવારે 9.30 વાગ્યે ચારણીયા સમાજનાં જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજનાં સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓનાં હોદેદારો વગે2ે ખાસ ઉપસ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. કિસાનપરા ચોક ખાતે પૂ. શ્રીનાગબાઈ માતાજીની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમાનાં પુજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને જિલ્લા પંચાયત ચોકથી ડો. યાજ્ઞિક રોડ થઈ માલવિયા ચોકથી ત્રિકોણબાગ થઈને જયુબેલી ચોકથી આગળ આર.ડી.સી. બેંકે થી ચૌધરી હાઈસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઈ રેસકોર્સ કીસાનપરા પાસે બપોરે 12.30 વાગ્યે સમાપન રેસકોર્સ ખાતે ભવ્ય શોભાયાત્રાનું વિસર્જન થયા બાદ સમુહ મહાપ્રસાદ રાખેલ છે.

સમસ્ત ચારણીયા સમાજનાં યુવાનો પ્રવિણ ગોગિયા જયેશ ગર, યાજ્ઞિક ગોગિયા, નરેશભા, દિનેશભા ચૌહાણ, કેતનભા આઠુ,પ્રવિણ ભા મોખરા છેલ્લા બે મહિનાથી પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માઁનાં પ્રાગટય તૈયારી માટે ભારે જહેમત ઉઠાવી રહયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement