શ્રી આપાગીગાના ઓટલે અષાઢી બીજની ઉજવણી થશે

24 June 2022 05:15 PM
Rajkot Dharmik
  • શ્રી આપાગીગાના ઓટલે અષાઢી બીજની ઉજવણી થશે

કોરોનાકાળ બાદ પ્રથમ વખતે ધર્મોત્સવ-મહાપ્રસાદ: ભકતોને નરેન્દ્રબાપુનું નિમંત્રણ

રાજકોટ,તા.24
ચોટીલાથી રાજકોટ તરફ હાઇવે પર 5 કિ.મી. દુર અઢારેય કોમનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવું સુપ્રસિદ્ધ ધર્મસ્થાન એટલે આપાગીગાનો ઓટલો. આપાગીગાના ઓટલા ખાતે તા.1/7 શુક્રવારને અષાઢી બીજની દિવ્યાથી દિવ્ય અને ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

શ્રી આપાગીગાના ઓટલા મહંત નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અષાઢી બીજ સમગ્ર દેશભરમાં ખુબજ ધામધુમથી ઉજવવાની પરંપરા ચાલી આવે છે. તે દિવસ ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પર્વ તરીકે પણ ખુબ જ મોટાપાયે ગુજરાતભરના તમામ શહેરો, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત વગેરે શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉજવવામાં આવે છે. આ વખતે ઇશ્ર્વરની કૃપા થતા અને કોરોના કાળનો સમય પુર્ણ થતા શ્રી આપાગીગાના ઓટલે અષાઢી બીજની અભુતપુર્વ રીતે ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

શ્રી આપાગીગાના ઓટલે શુક્રવાર અષાઢી બીજના દિવસે સવારે 9 વાગે બાવન(52) વીર, 64 જોગણી, 9 નાથ, 84 સિદ્ધ અને 33 કોટી દેવી દેવતાઓના પરમ પૂ. સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ ગુુરુશ્રી શામજીબાપુના સંત સ્મરણો સાથે રામદેવપીરજીનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આરાધના તેમજ પુજન કરવામાં આવશે. બહાર ગામથી પધારેલા સંતો મહંતો તેમજ રમતા પંચાનાસાધુઓ તેમજ ખડદર્શન સાધુઓ વગેરેને અમારી પરંપરાઓ મુજબ યથાશકિત ભેટપુજાઓ પણ દરેક સાધુઓને આપવામાં આવશે. બપોરે જમણવારમાં શુદ્ધ ઘીની મીઠાઇ શ્રી રામદેવપીરજી મહારાજની ખીર તેમજ ફરસાણ, દાળ ભાત, ભજીયા, બે શાક, રોટલી વેગેરેનો મહાપ્રસાદ પીરસવામાં આવશે. આ સ્થાન પર છેલ્લા એકાદ દસકાથી દરેક સમાજના લોકો માટે 24 કલાક રહેવા તથા જમવાની નાસ્તાની વગેરે સુવિધાઓ કોઇપણ પ્રકારના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સંપુર્ણ પણે વિનામૂલ્યે આપવામાં આવે છે. સ્થાનીક અને બહારગામના સર્વે ભકતજનોને ભગવાનના દર્શન તેમજ અષાઢી બીજનો મહાપ્રસાદ લેવા શ્રી નરેન્દ્રબાપુએ નિમંત્રણ આપ્યું છેે.


Related News

Loading...
Advertisement
Advertisement