બોલિવુડમાં શાહરુખે 30 વર્ષ પૂરા કર્યા: જાહેર કયુર્ં ‘પઠાન’નું પોસ્ટર

25 June 2022 05:24 PM
Entertainment
  • બોલિવુડમાં શાહરુખે 30 વર્ષ પૂરા કર્યા: જાહેર કયુર્ં ‘પઠાન’નું પોસ્ટર

30 વર્ષ.. આપનો પ્રેમ અને મુસ્કાન અનંત છે ચાલો હવે ‘પઠાન’ની વાત કરીએ: શાહરુખ

મુંબઈ: શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાન’ની રિલીઝ ડેટ જાહેર થઈ છે. જીહા, બોલિવુડમાં 30 વર્ષ પૂરા કરવા પર શાહરુખે પોતાના ફેન્સને ખાસ ભેટ આપીને જેની ખૂબ જ રાહ જોવાય છે તે ‘પઠાન’ ફિલ્મની રિલીઝની તારીખની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પડૂકોણ અને જોન અબ્રાહમ ચમકે છે. ફિલ્મમાં પોતાના લૂકનો ખુલાસો કરતા શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર પણ શેર કયુર્ં છે. આ પોસ્ટરમાં એકટર હાથમાં બંદૂક લઈને લોહીથી લથબથ નજરે પડે છે. ‘પઠાન’નું પોસ્ટર જાહેર કરતા શાહરુખ ખાન લખે છે- ‘30 વર્ષ.. આપનો પ્રેમ અને મુસ્કાન અનંત છે, ચાલો હવે પઠાનની વાત કરીએ. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023માં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement