એફએટીએફની ગ્રે યાદીમાંથી બહાર નીકળવા પાકે. ‘મરેલા’ આતંકીને જીવતો પકડયો!

25 June 2022 05:51 PM
India World
  • એફએટીએફની ગ્રે યાદીમાંથી બહાર નીકળવા પાકે. ‘મરેલા’ આતંકીને જીવતો પકડયો!

પાખંડી પાક.ની વધુ એક પોલ ખુલી : મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી મીરને આઈએસઆઈએ મરેલો જાહેર કરેલો

ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.25 : પાખંડી પાકિસ્તાનની વધુ એક પોલ ખુલી છે. મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજીદ મીરને પકડયો છે. જેને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈએ મરેલો જાહેર કર્યો હતો. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ એફટીએફની ગ્રે યાદીમાંથી નીકળવા પાકિસ્તાને એફબીઆઈ તરફથી મોસ્ટ વોન્ટેડ મીરને સજા અપાવવા આ નાટક કર્યું છે.

એફબીઆઈના એક અધિકારીના જણાવ્યા મુજબ મીર પાકિસ્તાનમાં જીવતો છે, કસ્ટડીમાં છે અને તેને સજા સંભળાવાઈ છે. મીરને મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કરીને એફબીઆઈએ 2011માં તેની સામે 50 લાખ ડોલરનું ઈનામ જાહેર થયું હતું.ખરેખર તો મીરની ધરપકડમાં પાક.નો મનસૂબો એ છે કે તે એ દેખાડવા માટે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કામ કરે છે. જેથી એફએટીએફ ની ગ્રે યાદીમાં બહાર નીકળી શકાય.


Related News

Loading...
Advertisement
Advertisement