ગુજરાતમાં કોરોનાના નવા 419 કેસ, 218 દર્દી સાજા થયા

25 June 2022 07:36 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં કોરોનાના નવા 419 કેસ, 218 દર્દી સાજા થયા

રાજકોટ શહેર - જિલ્લામાં 12 કેસ સામે 3 દર્દી સાજા થયા : રાજ્યમાં 2299 એક્ટિવ કેસ

રાજકોટ:
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 419 કેસો : 218 દર્દીઓ સાજા થયા
--------------
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 170, સુરત 84, વડોદરા 38, ભાવનગર 33, વલસાડ 13, જામનગર 10, નવસારી 9, અમરેલી 8, રાજકોટ-ગાંધીનગર 12, મહેસાણા - પાટણ 5, કચ્છ 4, દેવભૂમિ દ્વારકા - ખેડા - સુરેન્દ્રનગર 3, મોરબી - સાબરકાંઠા 2, આણંદ - ભરૂચ - તાપી 1 કેસ નોંધાયો છે.
--------------
રાજયમાં 2 દર્દી વેન્ટીલેટર પર, જયારે 2297 દર્દીઓ સ્ટેબલ છે : રાજયનો કુલ મૃત્યુઆંક 10946 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 1229708 પર પહોંચ્યો છે.

● રાજકોટમાં 63 એક્ટિવ કેસ

રાજકોટ શહેરમાં આજે 7 અને ગ્રામ્યમાં 5 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 3 દર્દી સાજા થયા બાદ હવે 63 એક્ટિવ કેસ થઈ ગયા છે


Related News

Loading...
Advertisement
Advertisement