રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગ પસારો : ઉપલેટા અને જેતપુરમાં બે-બે કેસ, પડધરીમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ

25 June 2022 11:31 PM
Rajkot Saurashtra
  • રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગ પસારો : ઉપલેટા અને જેતપુરમાં બે-બે કેસ, પડધરીમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ટીમે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરી

રાજકોટ:
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો પગ પસારો ધીમી ગતિએ જોવા મળી રહ્યો છે. આજે ઉપલેટા અને જેતપુર તાલુકામાં બે-બે નવા કોવિડ કેસ નોંધાયા છે. જ્યારે પડધરી તાલુકામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.નિલેશ રાઠોડ સહિતની ટીમે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયામાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં નવા 17 દર્દી નોંધાયા છે અને તેની સામે 5 દર્દી સાજા થયા છે. સંક્રમણની અસર જણાતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement