'આ જો બેટા ટાઈગર', અમિત શાહે સામાન્ય પ્રવાસીની જેમ પરિવાર સાથે કેવડીયામાં જંગલ સફારીની સફર માણી: 'નમસ્તે કાકા, કેમ છો દાદા કહી' પ્રવાસીઓને મળ્યા

26 June 2022 06:11 PM
Gujarat
  • 'આ જો બેટા ટાઈગર', અમિત શાહે સામાન્ય પ્રવાસીની જેમ પરિવાર સાથે કેવડીયામાં જંગલ સફારીની સફર માણી: 'નમસ્તે કાકા, કેમ છો દાદા કહી' પ્રવાસીઓને મળ્યા

VVIP સફારીની મુલાકાતે આવે ત્યારે તેટલો સમય બંધ રહે છે પરંતુ અમિત શાહની મુલાકાત દરમ્યાન તમામ સામાન્ય લોકો માટે પણ સફારી પાર્ક ખુલ્લો હતો : લોકોએ ભારત માતા કી જય ના નારા સાથે તેમનું અભિવાદન કર્યું

એકતા નગરી, કેવડીયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) : હાલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે SOU(સ્ટેસ્યુ ઓફ યુનિટી)ખાતે અમિતભાઇ પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી. તેમની પત્ની તેમજ પૌત્રી પણ સાથે રહ્યા હતા.

કેવડિયા SOU ઉપર સામાન્ય હાઈ પ્રોફાઇલ VVIPની મુલાકાત હોય ત્યારે સામાન્ય પ્રવાસીઓ માટે તેટલો સમય મુલાકાત બંધ કરવામાં આવે છે. જોકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી. અમિત શાહ સાથે SOUનો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ 'કેમ છો ભાઈ, કાકા, દાદા કહી' લોકોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત તેમની સફારીમાં એન્ટ્રી દરમ્યાન પ્રવાસીઓએ ભારત માતા કી જય ના બુલંદ નારા થી સ્વાગત કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એકતા નગરની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની પરિવાર સાથે મુલાકાત લીધી હતી.

અમિત શાહે તેમની SOU એકતા નગરની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની સાથે જંગલ સફારીનાં નિયામક ડૉ. રામરતન નાલા સહિતના અધિકારીઓ જોડાયા હતા.

ઈન્ડિયન બર્ડ એવિયરી નિહાળી પ્રભાવિત થયા :
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ડૉ.રામરતન નાલા પાસેથી વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૃચ્છા કરી હતી અને થઇ રહેલી કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓ ઈન્ડિયન બર્ડ એવિયરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલી રોજગારી બાબતે માહિતી આપવામાં આવી હતી. ઇન્ડીયન બર્ડ એવીયરીમાં ડુમખલ પોપટ સાથે હળવાશની પળો પણ તેઓએ માણી હતી.

Related News

Loading...
Advertisement
Advertisement