પૂ.મોરારી બાપુ જંત્રાખડી ગામે પીડિત પરિવારને મળ્યા, તુલસી પ્રસાદી રૂપે રૂ.1 લાખની રાશી અર્પણ કરી

26 June 2022 06:16 PM
Bhavnagar Saurashtra
  • પૂ.મોરારી બાપુ જંત્રાખડી ગામે પીડિત પરિવારને મળ્યા, તુલસી પ્રસાદી રૂપે રૂ.1 લાખની રાશી અર્પણ કરી
  • પૂ.મોરારી બાપુ જંત્રાખડી ગામે પીડિત પરિવારને મળ્યા, તુલસી પ્રસાદી રૂપે રૂ.1 લાખની રાશી અર્પણ કરી

8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી આરોપીએ તેની હત્યા કરી હતી, મોરારી બાપુએ કહ્યું - આ પ્રકારના આસુરી કૃત્યો સખત વખોડવાપાત્ર છે.તેને ડામી દેવા ઝડપથી તપાસ સંસ્થાઓ ન્યાય કરે : મોરારી બાપુ

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.26
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામમાં દશનામ સાધુ સમાજની દીકરી પર થયેલાં અમાનુષી કૃત્યથી સમગ્ર સમાજ સ્તબ્ધ થયો છે.પૂ. મોરારીબાપુએ બદ્રીનાથની કથા પૂરી કરી તેઓ સીધા જ દિકરીની સમાધીના દર્શને જશે તેવો સંકલ્પ જાહેર કર્યો હોય. આજે તેઓ દેહરાદૂનથી સીધા જ હવાઈ માર્ગે દીવ પહોંચ્યાં હતાં. ત્યાથી મોટરમાર્ગે જંત્રાખડી ગામે ગયા હતા

જંત્રાખડી ગામમાં પહોંચીને પીડિત પરિવારને બાપુએ આસ્વસ્થ કરીને ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા એક લાખની તુલસી પ્રસાદી રુપે અર્પણ કરી હતી. બાપુએ સમાધિના દર્શન કરીને જણાવ્યું હતું કે, આ પ્રકારના આસુરી કૃત્યો સખત વખોડવાપાત્ર છે.તેને ડામી દેવા ઝડપથી તપાસ સંસ્થાઓ ન્યાય કરે તેવો ભાવ પ્રગટ કર્યો હતો. આખા ગામ સહિત પીડિત પરિવાર આસ્વાસનથી ભાવુક થયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement