સપાના ગઢમાં ભાજપનો વિજય : રામપુર, આઝમગઢની પેટા ચુંટણીમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન મોદી

26 June 2022 06:35 PM
India Politics
  • સપાના ગઢમાં ભાજપનો વિજય : રામપુર, આઝમગઢની પેટા ચુંટણીમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન મોદી
  • સપાના ગઢમાં ભાજપનો વિજય : રામપુર, આઝમગઢની પેટા ચુંટણીમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન મોદી
  • સપાના ગઢમાં ભાજપનો વિજય : રામપુર, આઝમગઢની પેટા ચુંટણીમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન મોદી
  • સપાના ગઢમાં ભાજપનો વિજય : રામપુર, આઝમગઢની પેટા ચુંટણીમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન મોદી
  • સપાના ગઢમાં ભાજપનો વિજય : રામપુર, આઝમગઢની પેટા ચુંટણીમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન મોદી
  • સપાના ગઢમાં ભાજપનો વિજય : રામપુર, આઝમગઢની પેટા ચુંટણીમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન મોદી

પંજાબ CM ભગવંત માનનો કિલ્લો ધરાશાયીઃAAP સંગરુર બેઠક હારી, SAD ના સિમરનજીતસિંહે ચૂંટણી જીતી; અકાલી દળ અને ભાજપની ડિપોઝિટ જપ્ત ◾ લોક સભાની ત્રણ અને વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણી ના પરિણામ જાહેર : લોકસભા માટે યુપીમાં બે અને પંજાબના એક બેઠક પર પેટા ચૂંટણી, વિધાનસભા માટે દિલ્હીમાં એક, ઝારખંડમાં એક, આંધ્ર પ્રદેશમાં એક, ત્રિપુરામાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી

ન્યુ દિલ્હી : લોકસભાની 3 અને વિધાનસભાની 7 બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીની આઝમગઢ અને રામપુર લોકસભા સીટ પર ભાજપે મોટી જીત મેળવી છે. રામપુરમાં ભાજપના ઘનશ્યામ લોધીએ સપાના ઉમેદવાર અસીમ રાજાને 42 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તે જ સમયે, આઝમગઢમાં બીજેપી ઉમેદવાર અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ પણ જીત્યા. તેમણે સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને 8,679 મતોથી હરાવ્યા.

શિરોમણી અકાલી દળ (અમૃતસર) ના સિમરનજીત સિંહ માન પંજાબના સંગરુરમાં 5,822 મતોની સરસાઈથી જીત્યા. આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહ બીજા ક્રમે જ્યારે કોંગ્રેસના દલવીર ગોલ્ડી ત્રીજા ક્રમે છે. અહીં અકાલી દળ અને ભાજપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.

SAD અમૃતસરના સિમરનજીત સિંહ માન પંજાબની સંગરુર લોકસભા સીટ જીતી ગયા છે. તેમને 2,52,898 મત મળ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના સરપંચ ગુરમેલ સિંહને 5822 મતોથી હરાવ્યા. ગુરમેલને 2,46,828 વોટ મળ્યા હતા. ચૂંટણી પંચે માનની જીતની ઔપચારિક જાહેરાત કરી છે.

સિમરનજીત માનની જીતના કારણે સંગરુરમાં પંજાબના સીએમ ભગવંત માનનો કિલ્લો તૂટી પડ્યો. તેઓ અહીંથી સતત બે વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે હવે તે આ સીટ બચાવી શક્યા નથી. આ હાર સાથે આમ આદમી પાર્ટી પાસે હવે લોકસભામાં સાંસદ નથી.

વિધાનસભાની સાતેય બેઠકોના પરિણામો પણ જાહેર થઈ ગયા છે. આ બેઠકો પર 23 જૂને મતદાન થયું હતું. જેમાં AAPએ દિલ્હીની રાજેન્દ્ર નગર સીટ પર જીત મેળવી છે. તે જ સમયે, ત્રિપુરામાં ભાજપે 4માંથી 3 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી છે. YSR કોંગ્રેસે આંધ્રપ્રદેશની આત્મકુર સીટ પર જીત મેળવી છે. ઝારખંડની મંદાર સીટ કોંગ્રેસે જીતી લીધી છે

રામપુરમાં સપાના અસીમ રાજા અને ભાજપના ઘનશ્યામ લોધી વચ્ચે મુકાબલો હતો. કોંગ્રેસે અહીં ચૂંટણી લડી ન હતી. બીજી તરફ આઝમગઢમાં સપાના ધર્મેન્દ્ર યાદવ, ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆ અને બસપાના શાહઆલમ ઉર્ફે ગુડ્ડુ જમાલી વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો.

દિલ્હી : AAPના રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાં ચૂંટાયા પછી ખાલી પડેલી આ બેઠક પર AAP દ્વારા દુર્ગેશ પાઠક, ભાજપના ભૂતપૂર્વ કાઉન્સિલર રાજેશ ભાટિયા અને કોંગ્રેસ પ્રેમ લતાને મેદાનમાં ઉતાર્યા હતા. AAPના દુર્ગેશ પાઠકે આ બેઠક પર 11,468 મતોથી જીત મેળવી છે

ત્રિપુરામાં 4 બેઠકો માટે ચૂંટણી: ત્રિપુરામાં, અગરતલા, બોરદોવલી ટાઉન અને સૂરમાના ભાજપના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જ્યારે જુબરાજગરના સીપીઆઈ(એમ) ધારાસભ્યનું અવસાન થયું હતું. બોરદોવલી ટાઉન સીટ પરથી સીએમ માણિક સાહાએ કોંગ્રેસના આશિષ કુમાર સાહા સામે જીત મેળવી છે. માણિક 6,104 મતોના માર્જિનથી જીત્યા છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય સુદીપ રોય બર્મને કોંગ્રેસની ટિકિટ પર અગરતલા બેઠક પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જુબરાજાગર બેઠક પર ભાજપના મલિના દેબનાથે જીત મેળવી છે. આ સાથે જ સુરમા સીટ પર ભાજપના સ્વપ્ન દાસનો વિજય થયો છે.

ઝારખંડની મંડાર વિધાનસભા બેઠક: કોંગ્રેસના ઉમેદવાર શિલ્પી નેહા તિર્કીએ રાંચી જિલ્લાની મંદાર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જીતી લીધી છે.

આંધ્રપ્રદેશની આત્મકુર વિધાનસભા બેઠક: આંધ્રપ્રદેશના આત્મકુરમાં કોંગ્રેસના ધારાસભ્ય મેકાપતિ ગૌતમ રેડ્ડીના મૃત્યુ બાદ ખાલી પડેલી સીટ પર YSR કોંગ્રેસે તેમના ભાઈ વિક્રમ રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. YSR કોંગ્રેસે આ સીટ 82,888 વોટથી જીતી છે. તે જ સમયે બીજેપીના જી ભરત કુમાર યાદવ બીજા ક્રમે છે.


Related News

Loading...
Advertisement
Advertisement