ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં રોહિત શર્મા થઈ જશે ફિટ: બીસીસીઆઈને વિશ્વાસ

27 June 2022 10:32 AM
India Sports World
  • ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં રોહિત શર્મા થઈ જશે ફિટ: બીસીસીઆઈને વિશ્વાસ

1 જૂલાઈ પહેલાં રોહિતનો રિપોર્ટ નેગેટિવ આવી જશે તો મેચમાં ઉતરી શકશે: તેની ગેરહાજરીમાં બુમરાહ, પંત અથવા અશ્વિનને સોંપાઈ શકે કમાન

નવીદિલ્હી, તા.27
ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1 જૂલાઈથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ મેચ દરમિયાન જ કોરોના પોઝિટીવ થઈ જતાં આઈસોલેટ થવું પડ્યું છે. રોહિતના કોરોનાગ્રસ્ત થવાથી ટીમનું ટેન્શન એ છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ પહેલાં કમાન કોણ સંભાળશે ? અલગ-અલગ ખેલાડીઓના નામો સામે આવી રહ્યા છે તે બધાની વચ્ચે એક નવી જાણકારી સામે આવી રહી છે.

જાણકારી પ્રમાણે બીસીસીઆઈ હજુ રાહ જોવાના મતમાં છે અને તેને ભરોસો છે કે 1 જૂલાઈ પહેલાં કેપ્ટન રોહિત શર્મા રિકવર થઈ શકે છે. કોરોનાથી સંપૂર્ણ રીતે સાજા થવા માટે મેડિકલ ટીમ દ્વારા પાંચ દિવસની રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે આવામાં જો રોહિત શર્મા 1 જૂલાઈ પહેલાં કોવિડ નેગેટિવ આવી જાય છે તો ટેસ્ટ મેચમાં ઉતરી શકે છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી આ ટેસ્ટ મેચ અત્યંત જરૂરી છે કેમ કે પાછલા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો તે હિસ્સો છે જેમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. આવામાં જો આ મેચ ડ્રો થાય છે અથવા તો પછી ટીમ ઈન્ડિયા તેને જીતી લ્યે છે તો શ્રેણી ભારતના નામે થઈ જશે.

આ જ કારણથી રોહિત શર્માનું રમવું મહત્ત્વનું છે કેમ કે ટીમના કેપ્ટન સાથે જ એક ઓપનર બેટર છે. ઈંગ્લેન્ડ જેવી સ્થિતિમાં એક ઓપનરની ભૂમિકા ઘણી મહત્ત્વની બની જાય છે. જો રોહિત ન રમે તો ટીમનેનવી જોડી સાથે ઉતરવું પડશે જે ઘણું મુશ્કેલ કહી શકાશે.

રોહિત શર્મા અનફિટ હશે તો ટીમની કમાન બુમરાહને સોંપાઈ શકે છે. જો કે આ રેસમાં ઋષભ પંત અને રવિચંદ્રન અશ્વિનનું નામ પણ ચાલી રહ્યું છે. પાછલા વર્ષે જ્યારે ઈંગ્લેન્ડમાં આ શ્રેણી રમાઈ હતી ત્યારે ટીમની કમાન કોહલીના હાથમાં હતી.


Related News

Loading...
Advertisement
Advertisement