કોલકાતા તા.27
બંગાળી અભિનેત્રી રાય દેબલીના ડે એ ઉંઘની ગોળી લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડાઈ છે. ખુદ દેબલિનાએ સોશ્યલ મીડીયામાં આ પોસ્ટ શેર કરીને પોતાના આ પગલાં માટે પરિવારને જવાબદાર ગણાવ્યા હતા. જો કે તેણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.
સોશ્યલ મીડીયા યુઝર્સે આ પોસ્ટની માહિતી પોલીસને આપી હતી. દેબલિનાએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બાદમાં પોલીસ દેબલિનાના ઘરે ગઈ હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશી હતી. તે ફલોર પર બેભાન પડી હતી. તેને તાત્કાલીક હોસ્પીટલે દાખલ કરાઈ હતી. અહીં તે ક્રિટીકલ સ્થિતિમાં છે.
દેબલિનાએ ટીવી અને ફિલ્મમાં નાના નાના રોલ કર્યા છે તેની આવક ઓછી હોય માબાપ પાસે પૈસા માંગતી હતી. સૂત્રો મુજબ દેબલિનાએ પોતાનું નવું ફેશન બુટીગ ખોલવા પિતા પાસે પૈસા માંગ્યા હતા. જેનો પિતાએ ઈન્કાર કર્યો હતો. તેને ભાઈ સાથે ઝઘડો થયો હતો. બીજા દી’એ કારમાં કોલકાતા પરત ફર્યા બાદ રાત્રે ઉંઘની વધુ ગોળી લઈ લીધી હતી.