વિમલનાથ જિનાલયમાં ઉજવાશે વિવિધ અનુષ્ઠાનો

27 June 2022 04:34 PM
Rajkot Dharmik
  • વિમલનાથ જિનાલયમાં ઉજવાશે વિવિધ અનુષ્ઠાનો

જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ.શ્રી જયશેખરસૂરિજી મ. પ્રેરિત

રાજકોટ તા.27
જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ. જયશેખરસૂરિજી મહારાજ પ્રેરિત શ્રી વિમલનાથ સ્વામી જિનાલયે તા.29મીના બુધવારે સવારે વિનોદભાઈ રમણીકલાલ શાહ પરિવાર તરફથી પ્રભાવના, રાત્રે 8-30 કલાકે મૂળનાયકની આંગી, સમૂહ આરતી તથા પ્રભાવનાના લાભાર્થી વિનોદભાઈ શાહ (હસ્તે ઉષાબેન) પરિવાર.

તા.30મીના ગુરુવારે સવારે 6-30 કલાકે (બેસતો મહિનો) ગુરુ ગૌતમ સ્વામીનો પક્ષાલ, તા.1લીના મુંબઈમાં માટુંગા ખાતે આ.ભ.શ્રી જયશેખરસૂરિજી મ. આદિના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે આંગી, આરતી તથા પ્રભાવના રાત્રે 8-15 કલાકે. તા.4થીના શ્રી મણિભદ્રવીરનું અનુષ્ઠાન સવારે 7-30 કલાકે, સુખડી પ્રભાવના રૂપે આપવામાં આવશે. જેના લાભાર્થી જયશ્રીબેન દિલીપભાઈ મહેતા (મસ્કત) પરિવાર છે.

તા.6ઠ્ઠીના વિમલનાથ પરમાત્માના બહેનોના જાપ સવારે 10 કલાકે રાખેલ છે. જેના લાભાર્થી જયોતિબેન શશીકાંતભાઈ શાહ (હ. અર્પણ) પરિવાર છે. સાંજે મૂળનાયક પરમાત્માની આંગી, સમૂહ આરતી તથા પ્રભાવના યોજાયેલ છે. જેના લાભાર્થી જીવરાજભાઈ ભાડલાવાળા પરિવાર છે તેમ વિપુલભાઈ દોશીએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement