રાજકોટ તા.27
ગોંડલના મોવીયા ગામે તા.1લીના શુક્રવારે સંતકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ પ્રેરિત રામદેવ ગત મંડલનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટના લોકમેળા ફેઈમ કલાકાર, પત્રકાર, હાસ્ય, સાહિત્ય કલાકાર તુલસીદાસ ગોંડલીયા (99794 69599) પોતાની વિવિધ શૈલીમાં કાર્યક્રમ રજૂ કરશે.
ઉપરોકત ધર્મોત્સવમાં બટુક ભોજન, ધજારોહણ, મહાપ્રસાદ, સંતવાણી તથા રામદેવજી પાટ દર્શન વગેરે યોજાશે.
ગત મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે. ઉપરોકત ધર્મોત્સવમાં પધારવા આચાર્ય ગાદીપતિ ઘનશ્યામબાપુ ગોંડલીયા- મોવીયા (મો.98253 90581)એ રામદેવના ભકતો, સેવકોને અનુરોધ કર્યો છે.