જશાપરમાં પૂ. ધીરજમુનિ મ.નો ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ

27 June 2022 04:36 PM
Rajkot Dharmik
  • જશાપરમાં પૂ. ધીરજમુનિ મ.નો ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ

આંસુ, સાસુ, ચોમાસુ ક્યારે વરસે તે નક્કી નહિ, જીવનના સત્કાર્યોમાં વિલંબ કરવો નહિ

રાજકોટ,તા. 27
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ અને સમસ્ત ગામના ઉપક્રમે ભાણવડ તાલુકાના જશાપરમાં જૈનમુનિ પૂ. ધીર ગુરુદેવ તથા પૂ. ગુણીબાઈ મહાસતીજી આદિ ઠાણાનો પ્રથમ જ વાર ચાતુર્માસ પ્રવેશની રંગેચંગે ઉજવણીથી સર્વત્ર ધર્મોલ્લાસ છવાયો હતો.

પ્રવેશ પૂર્વે રંજનબેન નાથાલાલ મોદી પ્રેરિત નવકારશી બાદ પ્રેમ ચબુતરાથી મુખ્ય મહેમાનો ઘોડા પર આરુઢ થયા બાદ કળશધારી બહેનો તેમજ દુબઇ, મસ્કત, લંડન, અમેરિકા, ગોંડલ, ઘાટકોપર, માટુંંગા, વિરાર, સુરત, બરોડા, અમદાવાદ, કલકતા, ઇન્દૌર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દિલ્હી, મોરબી, ભાણવડ, લાલપુર, ભાયાવદર, ઉપલેટા, જોધપુર,વિસાવદર, ધોરાજી, કલ્યાણપુર, કાટકોલા વગેરે સહિત હજારો ભાવિકોએ જિન શાસન કી શાન હૈ, ધીરગુરુ મહાન હૈના જયનાદે આકાશ ગુંજાવ્યું હતું.

શ્રીમતિ માલિની કિશોર સંઘવી-સેવા સંકુલના પટાંગણે ડુંગર દરબારમાં અમીશા નીરજ વોરાના પ્રમુખપદે સમારોહમાં ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમે સચિત્ર તત્વાર્થ સૂત્રનો ચડાવો 2 લાખમાં લીધા બાદ રીમોટથી વિમોચન વિધિ કર્યા બાદ ચાતુર્માસ પોથી જૈન રામાયણનો 5 લાખ 4 હજારમાં કાટકોલાના સરપંચ શ્રીમતી શિલ્પા કે.ડી. કરમુરે લઇને ગુરુદેવના કરમકમલોમાં અર્પણ કરેલ. આ ખુશાલીમાં જન્માષ્ટમીના અમીશા નીરજ વોરા તરફથી ધુંવાડાબંધ ગામ જમણની ઘોષણા કરાતાં જય દ્વારકાધીશનો જય જયકાર વર્તાયો હતો. શ્રી માડમનું હરેશભાઈ વોરા, શ્રી મુળુભાઈ બેરાનું સતીષ એસ. મહેતાએ હાલારી પાઘડીથી સન્માન કરેલ. શ્રી પ્રવિણભાઈ કોઠારી અને અનિલ મણીયારના હસ્તે શાસનવંદના યોજાયેલ. જશવંત મણીયારે સહુને આવકાર્યા હતા.

સેવા સંકુલ પ્રવેશ દ્વારનો 15મા ચડાવો કે.ડી. કરમુર અને જય દ્વારકાધીશ પ્રવેશદ્વારનો એડવોકેટ દીપ્તિ શૈલેષ શાહે 3માં લીધેલ. જીવદયા કળશનો 12મા દક્ષાબેન મુકેશભાઈ કામદાર, પ્રદીપભાઈ સી. ગાંધી અને વિરાજ, નિધિ શાહે લઇને ઉમંગ વધાર્યો હતો. સાધર્મીભક્તિ અને અષ્ટ મંગલનો લાભ ચપોચપ લેવામાં આવેલ. સૂત્ર સંચાલન સંજય શાહે કરેલ.

હકડેઠઠ ધર્મસભાને સંબોધતા ગુરુદેવે જણાવેલ કે-આંસુ, સાસુ, ચોમાસુ ક્યારે વરસે તે નક્કી નહિ માટે સત્કાર્યમાં વિલંબ કરવો નહીં.
જીવનને સમૃધ્ધ બનાવવા આદતને બદલવા, સોબતને સુધારવા અને દાનતને બદલવા પ્રયત્ન કરશો તો ચોમાસુ સફળ જશે. શ્યામ ધંધુકીયા, માલદે ગાગલીયા વગેરેએ પાન, બીડી, તમાકુનો ત્યાગ કરી ગુરુદક્ષિણાનો પ્રારંભ કરેલ. સમસ્ત ગ્રામજનો અને આસપાસના સેવકોની જહેમતથી 5500 જેટલા ભાવિકોએ શાંતિપૂર્વક પ્રસાદનો લાભ લીધેલ. યુવા દાનવીર કે.ડી. કરમુર વગેરેના સહિયારા સથવારે ચાતુર્માસ પ્રવેશોત્સવ અવિસ્મરણીય બની રહેલ છે. તેમ શ્રી મનહરભાઈ મણીયારની યાદીમાં જણાવાયું છે. જશાપર માટે મો. 75663 33333-93222 61124નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement
Advertisement